અમદાવાદ : અમદાવાદમાં અનેક લોકો સાથે મિત્રતા કરી વેપારી તરીકે સોદા કરી કરોડોની ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીએ અનેક લોકોનું કરોડોનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે સંદીપ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. જેમાં નિકેતન જાદવ નામના આરોપી સાથે મળી અનેક લોકોનું ફુલેકુ ફેરવ્યું છે. બને આરોપીઓ સામે ઇકોનોમિક સેલમાં 6 કરોડની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ કરતા આરોપીઓમાંથી સંદીપ ચૌહાણની ધરપકડ કરાઈ છે. આરોપીએ અત્યાર સુધી અનેક લોકો સાથે કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો ટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી
સંદીપ વિરુદ્ધ 9 જેટલા છેતરપિંડીના ગુના : વેપારીઓઓ પહેલા તેના મિત્રો સાથે આરોપી ડીલ કરતો હતો, બાદમાં નાના ઓર્ડર આપીને પેમેન્ટ પણ કરતો અને વિશ્વાસ કેળવતો. બાદમાં મોટા ઓર્ડર લઈ પેમેન્ટ લઈ લેતો અને બાદમાં પૈસા લઈ છેતરપિંડી આચરતો. તપાસમાં હાલ 6 કરોડની ઠગાઈ સામે આવી છે. સંદીપ વિરુદ્ધ 9 જેટલા છેતરપિંડીના ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે ફરાર આરોપી નિકેતન જાદવ ફર્મ ઉભી કરતો અને સંદીપ પૈસા મેળવી ઠગાઈનો ખેલ કરતો હોવાની હકીકત સામે આવી છે.