શહેરના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી પોલો ફોરેક્સ ફોરેન એક્સચેન્જમાં એક્ઝિક્યુટીવ તરીકે કામ કરતા સમીર સોની સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો. બે દિવસ અગાઉ કંપનીના નંબર પર અનંથ નાદરાજન નામની વ્યક્તિના ફોન આવ્યો હતો અને તેણે 15 લોકોના ગ્રુપને થાઈલેન્ડ જવાનું હોવાથી 10 હજાર US ડોલરની જરૂર હોવાની જણાવ્યું હતું.
વસ્ત્રાપુરમાં ફોરેન એક્સચેન્જના નામે 10 હજાર ડોલરની છેતરપિંડી - વસ્ત્રાપુરમાં ફોરેન એક્સચેન્જ
અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ફોરેન એક્સચેન્જની ઓફિસમાં કામ કરતા કર્મચારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો. આરોપીએ ફોન પર વિદેશ જવા માટે US ડોલરની જરૂર હોવાનું કહી ફરિયાદી પાસેથી 10 હજાર ડોલર લઈ ફરાર થઈ ગયો હતો.
વસ્ત્રાપુરમાં ફોરેક્ષ એક્સચેન્જના નામે થઈ છેતરપિંડી
10 હજાર US ડોલરના બદલામાં 7 લાખ 24 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જેથી સમીર અનંથની થલતેજ ખાતે આવેલી ઓફિસમાં ગયો અને તેને 10 હજાર ડોલર આપ્યા હતા. 10 હજાર ડોલર લઈ અનંથ થોડી વારમાં પૈસા લઈને આવુ છું, તેવુ બહાનું કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.