અમદાવાદ: સેટેલાઈટમાં આનંદનગર રોડ પર મધુર હોલની બાજુમાં શિવાલીક બંગલોમાં રહેતા 54 વર્ષીય પરલ હસમુખ શાહ ઘરેથી પેકેજીંગ મટિરિયલનો વેપાર કરે છે. પરલભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અનિલ દોલત નિકમ, ધવલ કિશોર પરીખ અને મનોજ વ્રજલાલ ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે.
પરલભાઈએ આરોપીએ બતાવેલી જગ્યા પર પ્લોટ રાખ્યો હતો. જે સોદો થયા બાદ આરોપી ધવલ અને મનોજે ફેડરલ બેંકમાંથી 84 લાખ રૂપિયાની લોન કરાવી આપવાનું કેહતા પરલ શાહ તૈયાર થયા હતા. જે મુજબ લોન પેપર્સ તૈયાર થયા અને લોન પાસ થયા બાદ બિલ્ડરના ખાતામાં આરટીજીએસથી બાકીનું પેમેન્ટ રૂપિયા 46.50 લાખ રૂપિયા ગત 11 ફેબુઆરી 2019ના રોજ જમા કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ફેડરલ બેંકમાંથી હોમલોન કરાવવાના બહાને 38.50 લાખ રૂપિયાની છેતરપિંડી - અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ
સેટેલાઈટના વેપારીને લોન એજન્ટ પર ભરોસો મુકવાનું ભારે પડ્યું હતું. ફેડરલ બેંકમાંથી વેપારીની 84 લાખ રૂપિયાની હોમલોન પાસ કરાવનારો લોન એજન્ટ અને તેના ભાગીદાર સહીતની ત્રિપુટી ચોર નીકળી હતી. વેપારીની લોન પાસ થયા બાદ આરોપીઓએ લોનની રકમ ખાતામાં આવે તે પહેલા નોટરી રૂબરૂનો એકસ્ટ્રા વર્ક એગ્રીમેન્ટ બનાવી તેમાં વેપારીની ખોટી સહી કરી લોનની રકમમાંથી 38.50 લાખ રૂપિયાની રકમ પોતાના ખાતામાં ભરાવી ઠગાઈ આચરી હતી.
38.50 લાખ રૂપિયાની છેતરપિંડી
એપ્રિલ, 2019માં પરલભાઈ બેંકમાં ગયા ત્યારે જાણવા મળ્યું કે, આરોપીઓએ ગત 6 ફેબુઆરી 2019ના રોજ નોટરી રૂબરૂનો એકસ્ટ્રા વર્ક એગ્રીમેન્ટ બનાવી તેમાં પરલભાઈની ખોટી સહી કરી લોનની રકમમાંથી 38.50 લાખ રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા. આ અંગે પરલભાઈએ 18 ફેબુઆરી 2020ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. પોલીસે આ અંગે તપાસ કરી સોમવારે રાત્રે ગુન્હો નોંધ્યો હતો.