આ એપ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં સૌપ્રથમ મોબાઇલ એપ મનાઇ રહી છે. જે તમારો ફોટો-તસવીર ખેંચવાની સાથે જ આપોઆપ તમારા ગ્રુપ કે મિત્રવર્તુળમાં શેર થઇ જશે. તમે લીધેલી તસવીરો કે ફોટાને અન્ય લોકોને ખાસ કરીને ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાની જરૂર નહીં પડે. એલન અબ્રાહમ, ઝંકાર રાજપરા, કેયુર બાલાવત અને હિરેન કાનાણીના નામના આ 4 યુવકોની આ અનોખી મોબાઇલ એપ આગામી દિવસોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે અને લોકપ્રિય બને તો નવાઇ નહીં.
4 યુવાનોએ વિકસાવી અનોખી APP, ફોટો ખેંચો કે તરત જ ગ્રુપમાં શેર થશે - mobile application
અમદાવાદ: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવું સોશિયલ મીડિયાનું કોઇ માધ્યમ ભારતમાં જ કેમ ડેવલપ ન કરાય અને સમગ્ર દુનિયા તેનો ઉપયોગ કરે, જેથી ભારતનું ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વિશ્વભરમાં વધુ ઉંચુ બને તેવા ઉમદા આશ્યય સાથે અમદાવાદની એક સ્ટાર્ટઅપ કંપનીના ચાર યુવકોએ સ્કવોડ કેમ મોબાઇલ એપ વિકસાવી છે.
આ અનોખી મોબાઇલ એપ સ્કવોડ કેમ વિશે સમજાવતાં યંગસ્ટર્સ એલન અબ્રાહમ અને ઝંકાર રાજપરાએ જણાવ્યું કે, આ મોબાઇલ એપ માટે તેમને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિગ અને ફેસ રેકગ્નીઝેશનનો ખાસ ઉપયોગ કર્યો છે. સ્કવોડ કેમ નામની આ મોબાઇલ એપ યુઝર્સે ડાઉનલોડ કરવાની રહેશે. તમે તમારી સેલ્ફી કે કોઇ તસવીર ખેંચશો ત્યારે તે તમને પહેલા બરોબર છે કે નહી અને તમારી ઓળખ કન્ફર્મેશન માટે પૂછશે. તેણે વધુમાં કહ્યું કે, યુઝર્સ સ્વીકૃતિ આપશે અને ત્યારબાદ ફોટો કે તસવીર ખેંચશે એટલે તરત જ આ તસવીરો અને ફોટાઓ તેના ગ્રુપમાં અથવા તો મિત્ર વર્તુળમાં આપોઆપ શેર થઇ જશે. તેને એક-એક કરીને લોકોને મોકલવાની જરૂર નહીં પડે.