- વસ્ત્રાલમાં દીપડો નહિ ઝરખ હોવાનો ખુલાસો
- દીપડાના ફોટો સાથે વાત વહેતી થઈ હતી
- વન વિભાગ દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા
અમદાવાદના વસ્ત્રાલમાં દીપડો નહીં પણ ઝરખ હોવાની વન વિભાગની સ્પષ્ટતા - ગુજરાત વન વિભાગ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક વાયરલ ફોટાની સાથે દીપડો હોવાની વાત વહેતી થઈ હતી. જેના પગલે વન વિભાગ એલર્ટ થયું હતું. લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. તેવામાં વન વિભાગે તપાસ કરીને સ્પષ્ટતા કરી છે કે, દીપડો નહીં પરંતુ ઝરખના પગના નિશાન છે.
અમદાવાદ: શહેરમાં વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો હોવાની વાત વહેતી થઈ હતી. જેના પગલે વન વિભાગ એલર્ટ થયું હતું. લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. તેવામાં વન વિભાગે તપાસ કરીને સ્પષ્ટતા કરી છે કે, દીપડો નહીં પરંતુ ઝરખના પગના નિશાન છે માટે તેને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે.
વસ્ત્રાલમાં દીપડો નહીં ઝરખના પગના નિશાન
વસ્ત્રાલમાં વિસ્તારમાં દીપડો હોવાની વાત રવિવારે પાણીની જેમ વહેતી થઈ હતી. જેથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. ત્યારે આ મામલાની જાણ થતાં વન વિભાગ અને સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી. વન વિભાગની તપાસમાં સામે આવ્યું કે, મંદિરની આસપાસ ઝરખના પગના નિશાન જોવા મળ્યા છે. ઝરખ પણ લોકો પર હુમલો કરી શકે છે જેથી તેને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે.
વન વિભાગ દ્વારા 4 પાંજરા મૂકાયા
ઝરખને પકડવા માટે વન વિભાગ દ્વારા વસ્ત્રાલમાં 4 પાંજરા મૂકવામાં આવ્યા છે અને વન વિભાગની અલગ-અલગ ટીમ પણ વસ્ત્રાલ અને તેના આસપાસના ખેતરોના વિસ્તારમાં કાર્યરત છે.