આ તમામ જગ્યાઓ માટે જૂન 2019માં અરજીઓ મગાવાઈ હતી. જેમાં 15 જગ્યા મ્યુનિસિપલમાંથી જ્યારે 10 જગ્યાની બહારથી અરજીઓ મંગાવી ભરતી કરવાની હતી. મ્યુનિસિપલમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં 110 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જે પૈકી 41 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતાં. મ્યુનિસિપલ બહારથી ભરતીમાં લેવાયેલી પરીક્ષામાં 2638 ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી 31ને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતાં. જેમાં IIMના પ્રોફેસરો દ્વારા પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
જેના પર વિરોધ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની 25 જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને અમલદારો શરૂઆતથી જ 25 આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની જગ્યા ભરવામાં પારદર્શીતાનો છેદ ઉડાડી દીધો હતો. ગત 1લી અને 2જી નવેમ્બરના રોજ આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની જગ્યા ભરવા માટે ઇન્ટરવ્યૂ રાખ્યા હતાં પછી આજે સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક બોલાવીને ઉમેદવારોની પસંદગીની દરખાસ્ત રજૂ કરી હતી. નવા 25 આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની નિમણુંક બાદ તેઓનો પગાર પણ પ્રજાના ટેક્સના રૂપિયાથી જ થશે. તો ભરતી પ્રક્રિયાની પારદર્શિતા ખૂબ જ જરૂરી છે. ઉમેદવારોની લેખિત પરીક્ષાથી લઈ ઈન્ટરવ્યૂ સુધીની પ્રક્રિયા "ફ્રી એન્ડ ફેર" હોવી જોઈએ તે અનિવાર્ય છે, પણ હાલમાં જે પ્રક્રિયા થઈ તેમા શંકા-કુશંકા પેદા થઈ છે. જેની માટેના વાજબી કારણો પણ છે. આથી, અમે શરૂઆતથી આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વાર 25 આસિસ્ટન્ટ કમિશ્નરની ભરતી - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા 25 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલી વખત 25 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. કોર્પોરેશને વધતી જનસંખ્યાને ધ્યાને રાખી નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે આશયથી 18 નવી જગ્યાઓ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 7 જગ્યાઓ ખાલી હતી. તેમ મળી કુલ 25 જગ્યાઓ ખાલી હતી જેની ભરતી કરાઇ છે.
વધુમાં દિનેશ શર્માએ કહ્યું હતું કે, 'આજની સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં અમે મેરીટ જાહેર કરવા અને ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા અંગે વાંધો રજૂ કર્યો હતો. જેમાં GPSC પણ પાછળથી જ મેરીટ જાહેર કરે છે તેવી દલીલ કરાઈ હતી પણ અમે આ દલીલ અંગે સહમત નથી. બીજી તરફ ભરતી પ્રક્રિયામાં ધ્યાને આવ્યું કે, બહારથી 10 અને અંદરથી 15 અધિકારી લેવાના હતાં જેમાં બંને લિસ્ટમાં એક જ અધિકારી એવાં બે અધિકારીની પસંદગી થઈ છે. તો પછી વેઇટિંગ લિસ્ટ કેમ ઓપરેટ બનાવ્યું નથી તેવું પુછયુ હતું. જે અંગે કોઈ ચોક્કસ જવાબ મળ્યા નહોતા.'
આમ, લાખો રૂપિયા ખર્ચ કરી ભરતી કરી હોવા છતાં વેઇટિંગ લિસ્ટ બનાવ્યા પછી ઓપરેટ કરતા નથી. જે મળતીયાને ગોઠવવાની સાંભવના છે. જેથી અમે વિરોધ કર્યો હતો. કારણ, અંદર અને બહાર એમ બે કેટેગરી પૈકી બે અધિકારી એક જ જગ્યાએથી નોકરી લેશે. આમ, 24 કલાકમાં બે જગ્યા ખાલી પડશે. આ અંગે અમે વિરોધ નોંધાવ્યો હતો. આ દરખાસ્ત અમારા વિરોધ સાથે મંજુર કરાઈ હતી. અમારી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માગ ફગાવી આ દરખાસ્તને મંજૂર કરાઈ હતી જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો અને તાકીદે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માગ કરી છે.