અમદાવાદ:ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના(gujarat legislative assembly 2022) બીજા તબક્કામાં જે ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે, તેમાં ભાજપના પાંચ ઉમેદવારો એવા છે કે જેમની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયાથી વધુ છે (five BJP candidates cumulatively account). જો આપણે એક ઉમેદવાર વિશે વાત કરીએ, તો તેની પાસે આ કુલ રકમની લગભગ અડધી સંપત્તિ છે. બીજા તબક્કાના મતદાનમાં 93માંથી 75 ઉમેદવારો પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે.
ADR(Association for Democratic Rights) દ્વારા પ્રકાશિત કરાયેલા તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જયંતિભાઈ સોમાભાઈ પટેલ પાસે સૌથી વધુ જાહેર સંપત્તિ 661 કરોડની સંપત્તિ છે. ત્યાર બાદ સિદ્ધપુરના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂતનો નંબર આવે છે, જેમની પાસે કુલ સંપત્તિ 343 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત 95 કરોડ સાથે વિજાપુરના રમણભાઈ ડી. પટેલ, 61 કરોડ સાથે દસક્રોઈના બાબુભાઈ જમનાદાસ પટેલ અને આણંદના યોગેશ આર. પટેલ પાસે 46 કરોડની સંપત્તિ છે. રસપ્રદ વાત એ છે કે ભાજપના આ પાંચ ઉમેદવારોની કુલ સંપત્તિ 1235 કરોડ રૂપિયાથી વધુ છે. આટલું જ નહીં, ADR રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં લડી રહેલા ભાજપના 81 ટકા ઉમેદવારો પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે. મેદાનમાં રહેલા 93 ઉમેદવારોમાંથી 75 પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે.