આ ટુર્નામેન્ટના ડિરેક્ટર અમનદિપ સિંઘ ગોત્રાએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટમાં 10 થી 12 સ્ટેટના સ્પર્ધકો ભાગ લેશે. જેમાં ઉત્તરાખંડ, ચેન્નાઇ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધાક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે. વિજેતા ખેલાડીઓને પોઇન્ટ્સના આધારે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.
ફિટનેસ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી લતા શર્માએ જણાવ્યું હતું કે, ફિટ રહેવાનો સંદેશ આપવા માટે અમે એક અનોખી નેશનલ લેવલની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અમદાવાદના આંગણે કરી રહ્યા છીએ. અમારું ફેડરેશન યુએસ સાથે એફિલેટેડ છે. જેમાં 16 થી 60 વર્ષની ઉંમરના સ્પોર્ટ્સ પ્લેયરો ભાગ લઈ રહ્યા છીએ. આ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પુરુષો અને મહિલાઓ બન્ને સામેલ હશે.