ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાકાય શરીર ધરાવતા વ્યક્તિની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી, ઓબેસિટી સર્જરી પ્રથમ કિસ્સો - First case of obesity surgery

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 210 કિલો વજન ધરાવતા વ્યક્તિની ઓબેસિટી સર્જરી(Ahmedabad Obesity Surgery) કરાવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વધુ વજન ધરાવતા દર્દીની સર્જરી કરાયાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. બોટાદના ચેતન પરમારની લેપ્રોસ્કોપી કરી સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે.

મહાકાય શરીર ધરાવતા વ્યક્તિની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી, ઓબેસિટી સર્જરી પ્રથમ કિસ્સો
મહાકાય શરીર ધરાવતા વ્યક્તિની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી, ઓબેસિટી સર્જરી પ્રથમ કિસ્સો

By

Published : Jul 18, 2022, 9:43 PM IST

અમદાવાદઃબોટાદના ચેતન પરમાર સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા(Ahmedabad Obesity Surgery)સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું ચેતનનું અસહ્ય વજન (Obesity Surgery )અને સ્થૂળતા. 210 કિલો વજન અને 78 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા ચેતનને દુઃખો અને પીડાઓ માંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે.

જીવના જોખમમાંથી મુક્ત બન્યા -ગત અઠવાડિયે સિવિલ હોસ્પિટલના(Ahmedabad Civil Hospital)સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ, સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા ઓબેસિટી બેરિયાટ્રિક(મીની ગેસ્ટ્રિક બાયપાસ)ની સફળ સર્જરી કરવામાં આવી. એક અઠવાડિયાની પોસ્ટ ઓપરેટિવ કેર પછી આજે ચેતન ડિસ્ચાર્જ માટે તૈયાર છે. આ જટિલ સર્જરી(Obesity Surgery)બાદ હવે ચેતનના જીવના જોખમમાંથી મુક્ત બન્યા છે અને પોતાની રોજિંદી જીવનચર્યા તેઓ ઘણી સરળતાથી કરી શકશે જે બદલ તેઓ સિવિલ હોસ્પિટલ નો આભાર વ્યક્ત કરે છે.

આ પણ વાંચોઃPresidential Election 2022: ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન પૂર્ણ, આ ધારાસભ્યએ કર્યું ક્રોસ વોટિંગ

બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી -સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ 2017 થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. ડૉ.રાકેશ જોષી અને ડો.આર.આર.પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલ આજે 500 ગ્રામના બાળકથી લઈને 210 કિગ્રા સુધીના દર્દીઓનું સંચાલન કરી રહી છે. મેદસ્વી દર્દીઓને આજે સિવિલમાં તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી માટેની શરૂઆત થી અંત સુધીની તમામ સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સર્જરી વિભાગની ટીમે 8 જેટલી બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.

વજન ઘટાડવા પ્રયત્નશીલ -જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 40 કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 35 કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર , અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો અથવા હૃદયરોગ) થી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.

આ પણ વાંચોઃરાજ્યમાં પશુ પાલકોની ચિંતા વધી, આ શહેરમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર થયું દોડતું

પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની સેવાઓનો લાભ -સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયટેશિયન દ્વારા સાવચેત અને સતત પોષણ મૂલ્યાંકન, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેના લીધે દર્દી સફળતા પૂર્વક ડિસ્ચાર્જ મેળવીને ખુશીથી ઘરે જઈ શકે છે. ચેતન જેવા વધુને વધુ સ્થૂળતા પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની સેવાઓનો લાભ મેળવીને જોખમરૂપ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે તે માટે સિવિલ હોસ્પિટલની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ પ્રતિબદ્ધતા સેવે છે.

ABOUT THE AUTHOR

...view details