ગુજરાત

gujarat

ETV Bharat / state

જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા પર ફાયરિંગની ઘટના, સામસામે ગુનો નોંધી 5ની ધરપકડ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના ( Firing on Nazir Vora in Juhapura ) સામે આવી છે. જે મામલે પોલીસે સામસામે ફરિયાદ નોંધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાની પણ આ ગુનામાં ધરપકડ ( Ahmedabad Police Arrested five Accused ) કરાઇ છે. વેજલપુર પોલીસે હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે

જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા પર ફાયરિંગની ઘટના, સામસામે ગુનો નોંધી 5ની ધરપકડ
જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા પર ફાયરિંગની ઘટના, સામસામે ગુનો નોંધી 5ની ધરપકડ

By

Published : Dec 6, 2022, 6:29 PM IST

અમદાવાદ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સોનલ રોડ ઉપર રાત્રિના સમયે ઝઘડાની અદાવત રાખીને નઝીર વોરા અને તેની સાથેના બે વ્યક્તિઓએ ત્રણ શખ્સો ઉપર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે બીજી તરફ ફૈઝાન ઉર્ફે ટેબુ સૈયદ, મયુદ્દીન ઉર્ફે નવાબ સમા અને વાહિદઅલી ઉર્ફે બાબા સૈયદએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ ( Firing on Nazir Vora in Juhapura ) કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં નઝીર વોરાની ભત્રીજીએ કરેલા લગ્ન બાબતને લઈને છેલ્લા એક વર્ષથી આરોપીઓ સાથે અદાવત ચાલતી હતી. જે અદાવતમાં નઝીર વોરા અને તેનો પુત્ર હમજા વોરા તલવાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કરતા સામે પક્ષના ત્રણ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું.

નઝીર વોરા અને તેનો પુત્ર હમજા વોરા તલવાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કરતા સામે પક્ષના ત્રણ આરોપીઓએ ફાયરિંગ કર્યું

આરોપીઓની ધરપકડ આ ઘટનાને લઈને વેજલપુર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચીને પાંચ આરોપીઓની ધરપકડ ( Ahmedabad Police Arrested five Accused ) કરી છે, અને આર્મ્સ એક્ટ ( Arms Act ), હત્યાના પ્રયાસ સહિતની કલમો તેમજ મારામારીની કલમો હેઠળ બંને પક્ષે ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે ફાયરિંગ માટે વપરાયેલા હથિયાર અને હુમલામાં વપરાયેલ તલવાર કબ્જે કરી છે.

આરોપી સામે 30 ગુનાપકડાયેલા આરોપી નઝીર વોરા ( Firing on Nazir Vora in Juhapura )સામે અગાઉ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા હોય અને સામે પક્ષે પકડાયેલા આરોપીઓ સામે પણ અગાઉ અનેક ગુનામાં શાામેલ હોઇ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details