પ્લાસ્ટિકના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીના મલિક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. રૂપિયા એક કરોડથી વધુની ઉઘરાણી મામલે સેટેલાઇટમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગ મામલે પોલીસે નિવૃત્ત pwd કર્મચારીની ધરપકડ પણ કરી છે. પ્રાથમિક તપાસમાં જૂની લેણ દેણમાં તકરારના કારણે ફાયરિંગ થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.
અમદાવાદ: પૈસાની લેતીદેતી મામલે ખાનગી ઓફિસમાં ફાયરિંગ થતા ચકચાર
અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં ભર બપોરે ફાયરિંગ થતા ચકચાર મચી ગઇ છે. સેટેલાઇટ એસજી હાઇવે પર આવેલા સર માઉન્ટ ટાવરના સાતમા માળે ખાનગી કંપનીની ઓફિસમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે, જે મામલે પોલીસે PEDના નિવૃત કર્મચારીની ધરપકડ પણ કરી છે.
ahmedabad
પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં pwdના નિવૃત્ત અધિકારીએ ફાયરિંગ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું છે. જેને લઈ તેની રિવોલ્વર જપ્ત કરી છે. પોલીસ દ્વારા હાલ પૈસાની ચોક્કસ રકમ કેટલી છે. ક્યારે પૈસા આપવામાં આવ્યા હતા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ ફરિયાદી પરેશ શાહે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સ્ટાફના લોકો નું કહેવું છે કે, ફાયરિંગનો અવાજ સાંભળતા દોડાદોડ થઈ ગઈ હતી.