વસ્ત્રાપુર સ્થિત પકવાન ડાયનિંગ હોલના માલિક રૂપજી પુરોહિત વિરુદ્ઘ ફરિયાદ દાખલ થઈ છે. તેઓ પોતાની હોટલમાં બાળકોને મજૂરી કરાવતા હોવાને કારણે ફરિયાદ દાખલ થઈ છે.
અમદાવાદમાં બાળમજૂરી કરાવવા બદલ હોટલ માલિક સામે ફરિયાદ
અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે પકવાન ડાયનિંગ હોલના માલિક સામે ફરિયાદ દાખલ કરી છે. હોટેલમાં બાળકોને મજૂરી કરાવતા હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરાઈ હતી.
બાળપણ બચાવો અને ચાઈલ્ડ લાઈન સંસ્થા સહિત શ્રમ અધિકારીઓ દ્વારા હોટેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં રસોડામાં તપાસ કરતા ચાર બાળકો હોટલમાંથી મળી આવ્યા હતા. બાદમાં બાળકોનો કબ્જો લઈ વાસણા ખાતે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ બાબતે સંસ્થાઓ દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે ACP મુકેશ પટેલે જણાવ્યું હતુ કે બાળકોને માર્ચ મહિનાથી કામ કરાવવામાં આવતું હતુ. તેમજ માસિક 4500થી 6500 જેટલો પગાર આપવામાં આવતો હતો. આ ઘટનામાં વધુ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ખાતરી આપી હતી.