ગુજરાત

gujarat

ETV Bharat / state

Budget 2023: આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અલગ, પ્રવાસન પર મૂકાયો ભારઃ નાણા પ્રધાન - Finance Minister Kanu Desai on Gujarat Budget 2023

ગુજરાત વિધાનસભામાં નાણા પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2023-24નું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ પછી નાણા પ્રધાને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૃત કાળમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું જે જોયું છે. તે સપનાને પૂર્ણ કરનારું આ બજેટ છે. આ બજેટમાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે પર ભાર આપવામાં આવ્યો છે.

Budget 2023: આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અલગ, પ્રવાસન પર મૂકાયો ભારઃ નાણા પ્રધાન
Budget 2023: આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અલગ, પ્રવાસન પર મૂકાયો ભારઃ નાણા પ્રધાન

By

Published : Feb 24, 2023, 4:55 PM IST

Updated : Feb 24, 2023, 5:13 PM IST

યુવાનોને લાભ

ગાંધીનગરઃરાજ્યમાં ભાજપ સરકારે ઐતિહાસિક જીત બાદ આજે બજેટ સત્ર દરમિયાન બજેટ રજૂ કર્યું હતું. નાણા પ્રધાન કનુ દેસાઈએ આ વખતે સતત બીજી વખત બજેટ રજૂ કરતા કુલ 3,01,022 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું.

આ પણ વાંચોઃGujarat budget 2022-23: વર્ષ 2022-23 દરમિયાન સરકારની આવક અને જાવકનો અંદાજો

પ્રવાસન પર ભારઃ નાણાં પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત કાળમાં આખા દેશને એક વિકસિત રાષ્ટ્ર તરીકેનું એક સપનું જોયું છે. તેના અનુસંધાને ગુજરાતનું બજેટ એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે. આપણું ગુજરાત એ સમગ્ર દેશમાં વિકાસમાં સૌથી પ્રથમ નંબર રહે તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ માટે આ વખતે રેવન્યૂની સાથેસાથે કેપિટલ બજેટમાં ઘણા બધો વધારો કર્યો છે. જ્યારે નર્મદા યોજના ચાલતી હતી. ત્યારે આપણું કેપિટલ બજેટ સારું થતું હતું, પરંતુ નર્મદા યોજના પૂર્ણ થયા પછી આપણે આ વર્ષે શહેરી ગામડા અને પ્રવાસનનો સારો એવો વિકાસ થાય તે માટેનો આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

યુવાનોને લાભઃ નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન એ રાજ્યને સૌથી વધુ આવક આપતું માધ્યમ છે. આપણા દેશના અને ગુજરાતના આવા જે પ્રવાસન સ્થળો છે, જેમાં ગુજરાતના સ્ટેચ્યૂ ઑફ યુનિટી, દ્વારકા, ધોળાવીરા જેવા પ્રવાસન સ્થળોનો વિકાસ થાય અને આનો લાભ સમગ્ર દેશના અને રાજ્યના યુવાનોને મળે તે ખૂબ જરૂરી છે, જેથી આ વખતે બજેટની ટ્રેન્ડ થોડીક બદલીને અલગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગુજરાતના નાણાકીય ખર્ચની વાત કરીએ તો, ગુજરાતના દેવાની બાબત હોય કે, પછી મૂડી ખર્ચની બાબતમાં હોય રિઝર્વ બેન્કે જે મર્યાદા નક્કી કરી છે. તેની અંદર છીએ જે આપણા માટે સારી બાબત કહી શકાય છે.

ઉત્પાદન 42 લાખ કરોડ પર કરવાનું લક્ષ્યાંકઃનાણા પ્રધાને જણાવ્યું હતું કે, બજેટમાં આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં 10 ટકા તેથી વધારે ગુજરાતનો ફાળો રહેશે. ઉપરાંત આગામી 5 વર્ષમાં સકલ કરેલું ઉત્પાદન 42 લાખ કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. જ્યારે ગરીબી જરૂરિયાત સુવિધા માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, અભ્યાસ લોન, છાત્રાલય, આશ્રમશાળા, વનબધું યોજના, આદિવાસી આદિજાતિ યુનિવર્સિટી સ્વરોજગાર યોજના જેવી વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચોઃBudget 2023: દિવ્યાંગજનો, યુવાનો અને સિનિયર સિટીઝન્સને ફાયદો જ ફાયદો

બજેટમાં નવી યોજનાઃસરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં નવી યોજના મૂકવામાં આવી છે, જેમાં મુખ્યપ્રધાન શ્રમિક યોજના, કુટુંબ ઓળખ પત્ર, મુખ્યપ્રધાન આદિજાતિ ઉત્કર્ષ યોજના, તમામ યોજનાઓના લાભાર્થીઓના બેન્ક ખાતામાં આધાર નંબર સાથે ડીબીટીથી સહાય, ઉપરાંત 1 લાખથી વધુ જ્ઞાનકૂંજ સ્માર્ટ ક્લાસરૂમ, 20,000 કમ્પ્યૂટર લેબ 10,000 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ બેન્કના સહયોગથી મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ તેમ જ ડિજિટલ લાઈબ્રેરી નેટવર્ક ઊભું કરવાની નવી યોજના આ વર્ષના બજેટમાં મૂકવામાં આવી છે.

Last Updated : Feb 24, 2023, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details