ગુજરાત

gujarat

ETV Bharat / state

V.S હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી મામલે આખરે બંને પરિવારોએ મૃતદેહ સ્વીકાર્યા

અમદાવાદ: જિલ્લામાં સતત બીજા દિવસે મૃતદેહની અદલા-બદલીનો મામલો ચર્ચામાં રહ્યો છે. આજે બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો ન હતો. આ મામલે વી.એસ. હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાય તે માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંને યુવતીના પરિવારજનો અને પોલીસ વચ્ચે સમગ્ર મામલે ચર્ચા ચાલી હતી. પોલીસે આ મામલે અરજી લઈને આગળ કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આ સમગ્ર મામલા બાદ આખરે બંને પરિજનોને મૃતદેહ સોંપાયા હતા.

મૃતદેહની અદલાબદલી મામલે આખરે પોલીસ ફરીયાદ નોંધાઇ

By

Published : May 11, 2019, 7:30 PM IST

Updated : May 11, 2019, 8:19 PM IST

શુક્રવારે મોડી સાંજે મૃતક નસરીનબાનુનો મૃતદેહ મિત્તલના પરિવારજનો વી.એસ.હોસ્પિટલ ખાતે પરત લઈ આવ્યા હતા, પરંતુ બંને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો ન હતો અને બંનેના ફરીથી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી. તે પ્રમાણે પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ આ સમગ્ર મામલામાં હોસ્પિટલની બેદરકારી માટે હોસ્પિટલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી, પરંતુ પોલીસે બંને પરિવારજનોની અરજી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આ સમગ્ર મામલા બાદ આખરે બંને પરિજનોને મૃતદેહ સોંપાયા હતા.

વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી મામલે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ
Last Updated : May 11, 2019, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details