•બિલ્ડ કોઇન પ્લાન્ટથી ખેતીના ઉભા પાકને નુકસાન
•ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
•ખેડૂતોએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી
વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પાસે કપચીના પ્લાન્ટથી ધૂળ ઉડતા ખેતીને નુકસાન, ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર - ahmedabad-viramgam bypass
વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પાસે કચ્છ ભુજ ડાઇવર્ઝન રોડ પર સરસ્વતી બિલ્ડ કોઈન પ્લાન્ટની ઉડતી ધૂળ ઊભા પાક પર લાગવાથી આજુબાજુના અંદાજિત 100 વીઘા જેટલા પાકોને નુકસાન થયું હતું . જેનાથી પરેશાન થયેલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરી હતી.
વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પાસે કપચીના પ્લાન્ટથી ધૂળ ઉડતા ખેતીને નુકસાન, ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર
આ વાતનો નિકાલ નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યામાર્ગે આમરણાંત ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારી
ખેડૂતોએ આવેદનપત્રની નકલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર, મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર, કૃષિ મંત્રી આર.સી.ફળદુ ગાંધીનગર, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં નકલ રવાના કરી વિરમગામ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે તાત્કાલિક ધોરણે પ્લાન્ટ બંધ નહીં થાય તો ખેડૂતો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે..