ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ પર ઓમાન જતો શખ્સ ઝડપાયો - gujarati news

અમદાવાદઃ સરદાર પટેલ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ પર વિદેશ જનાર શખ્સને ઈમિગ્રેશન વિભાગે ઝડપી પાડ્યો હતો. જેથી પોલીસે આ એજન્ટ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Immigration Department

By

Published : Sep 11, 2019, 5:53 AM IST

અમદાવાદ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે તપાસ દરમિયાન ડુપ્લીકેટ પાસપોર્ટ પર ઓમાન જતા સંતોષ ભગત નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સને એરપોર્ટે પોલીસના હવાલે કરતા પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આ આરોપીએ બે વર્ષ પહેલા ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવ્યો હતો. જે દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવ્યો હતો અને એરપોર્ટ પર ટિકીટ લઈ ઓમાન જતો હતો.

અમદાવાદ: એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ પર ઓમાન જતો શખ્સ ઝડપાયો

આ સમયે ઇમિગ્રેશન ટેબલ પર ચેકિંગ કરાવતા તેનો પાસપોર્ટ નકલી હોવાની જાણ થઇ હતી. જેથી ઇમિગ્રેશન અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે પોતે બિહારનો છે અને તેનું નામ સંતોષ યાદવ છે તેમ જણાવ્યું હતું. પાસપોર્ટ બાબતે પૂછતા તેણે કબૂલાત કરી હતી કે, તે પાસપોર્ટ તેણે 15 હજાર રૂપિયા આપીને દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવડાવ્યો હતો. આટલું જ નહિ તેની સાથે 15 લોકોએ આવા ડમી પાસપોર્ટ બનાવડાવ્યા હતા. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details