ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

સંજીવ ભટ્ટના પરીવારને પુનઃસુરક્ષા આપવા મુદ્દે હાઈકોર્ટ ત્રણ સપ્તાહ બાદ સુનવણી હાથ ધરશે - AHEMEDABAD

અમદાવાદઃ 18મી જુલાઈ 2018ના રોજ રાજ્ય સરકાર દ્વારા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની સુરક્ષા પાછી ખેંચી લીધા બાદ પરિવારજનોને ખતરો હોવાની માંગ સાથે પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હાઈકોર્ટમાં લાંબા સમયથી સુનવણી ન થતાં સોમવારે વહેલી સુનવણીની માંગ સાથે અરજી કરતા જસ્ટીસ એસ.એચ. વોરાએ કેસની સુનવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરવાનો આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

પૂર્વ IPS સંજીવ ભટ્ટના પરીવારજનોને પુનઃસુરક્ષા આપવા મુદે હાઈકોર્ટ ત્રણ સપ્તાહ બાદ સુનવણી હાથ ધરશે
author img

By

Published : Jul 15, 2019, 7:43 PM IST

સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે પરિવાર માટે સુરક્ષા મેળવવા મે - 2019માં હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનવણી બે મહિના વીતી ગયા હોવા છતાં ન થતાં સોમવારે નવી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વહેલી તકે આ કેસમાં સુનવણીની રજૂઆત કરવામાં આવી હતી.

શ્વેતા ભટ્ટ વતી વકીલ ઉત્કર્ષ દવેએ રજૂઆત કરી હતી કે, આ કેસમાં જવાબ રજૂ કરવા સરકારે 08મી મેનાં રોજ સમય માંગ્યો હતો, ત્યાર બાદ 10મી મેનાં રોજ સમયના અભાવે કેસ ચાલી શકયો નહી અને ઉનાળાનું વેંકેશન પુરુ થઈ ગયું હોવા છતાં મેટર બોર્ડ લિસ્ટ થઈ નથી.

ઉત્કર્ષ દવે જસ્ટીસ એસ.એચ. વારો સમક્ષ દલીલ કરી હતી કે અરજદાર શ્વેતા ભટ્ટ અને તેમના પરીવારને અવાર-નવાર મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લોકો તેમના ઘરની રેકી કરી રહ્યાં છે, વળી પોલીસ અને અસામાજીક ત્તત્વો પીછો કરતા હોવાની પણ રજૂઆત કરાઈ હતી.
અરજદારના પતિ સંજીવ ભટ્ટ સપ્ટેમ્બર 2018થી જેલમાં છે, તેથી પરીવારને સુરક્ષા આપવામાં આવે. સુરક્ષા પુનઃ મેળવવા માટે સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનવણી માટે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો આદેશ કર્યો હતો.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત વર્ષ જુલાઈ 2018માં સંજીવ ભટ્ટને પુરી પાડવામાં આવેલી સુરક્ષા સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી. ત્યાર બાદ પુનઃ સુરક્ષા મેળવવા સંજીવ ભટ્ટે ઓગસ્ટ -2018માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પાલનપુર NDPS કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી અને ચાલુ મહિને જામનગર કસ્ટોડિયલ કેસમાં સ્થાનિક સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details