ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ કેન્દ્રમાં છે તો પણ ચોકીદારનું વેતન 15 હજાર કરવાનું વચન અધુરુ

અમદાવાદ: ગુરુવારે આજે અમદાવાદ ખાતે ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન દ્રારા તેમની પડતર માંગળીઓને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી શરુ કરી ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં ફિક્સ વેતનના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

By

Published : Mar 28, 2019, 4:40 PM IST

ભાજપ કેન્દ્રમાં છે તો પણ ચોકીદારનું વેતન 15 હજાર કરવાનું વચન રહ્યુ અધુરુ

ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયનના અમરીશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં અને રાજ્યમાં હાલમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને છઠ્ઠા પગાર પંચ મુજબ મજદૂરોને ઓછામાં ઓછું વેતન 14 હજાર હોવુ જોઈએ અને સાતમાંપગાર પંચનાવેતન મુજબ 16 હજાર કરવામાં આવ્યું છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા માત્ર 4 થી 8 હજાર સુધી જ માસિક વેતન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે ચોકીદારનું વેતન 15 હજાર કરવાની વાત હતી જે હજુ સુધી પણ કરવામાં આવ્યું નથી.

કેન્દ્રમાં લઘુતમ વેતન 600 અને રાજ્યમાં 300 છે અને આ નીતિનોવિરોધ કરાયોછે. સાથે સાથ કોન્ટ્રાકટ પ્રથા રદ થવી જોઇએ અનેમજદૂર કાયદામાં પેહલા જેલની સજાની જોગવાઈ હતી જે હવે દંડ પૂરતી સીમિત કરવામાં આવી છે અને જેનાથી મજદૂરો પોતાનું લઘુતમ વેતન મેળવી નથી શકતા આથી આ કાયદામાં સુધારો કરી પુનઃ જૂનો કાયદો સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details