અમદાવાદ: મંડળ રેલવે પ્રબંધક દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે, પશ્ચિમ રેલવે અને ભારતીય રેલવેના સૌથી વધુ આવક આપતા મંડળમાં અમદાવાદ મંડળ સામેલ છે. જેમાં કંડલા, મુન્દ્રા અને ટુના પોર્ટ પણ સામેલ છે. જે મંડળની આવક વૃદ્ધિમાં અગ્રેસરની ભૂમિકામાં છે.
આ ઉપરાંત મંડળ પર ખાનગી ફ્રેટ ટર્મિનલ અને ગુડ્સ શેડ પણ છે. જ્યાંથી ઓટોમોબાઈલ, ખાતર, ખાદ્ય તેલ, કોલસા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, વેટોનાઇટ, દૂધ અને દૂધના ઉત્પાદનો લોડ કરવામાં આવી રહ્યાં છે, ત્યાંથી મંડળ સ્તર પર સ્થાપિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટમાં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકના કોર્ડીંનેશનમાં વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક, વરિષ્ઠ મંડળ વિત્ત પ્રબંધક, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર, વરિષ્ઠ મંડળ એન્જિનિયર(સમન્વય) સહિત પાંચ સભ્યોની ટીમ હશે.