અમદાવાદમાં APMC મેટ્રો સ્ટેશન નીચે સાવધાનીથી ચાલજો, ગમે ત્યારે થઈ શકે એમ છે અકસ્માત - metro
અમદાવાદ: શહેરનો વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. ત્યારે વસ્ત્રાલથી વિશાલા સુધી અમદાવાદના ખૂણે-ખૂણેથી અમદાવાદના બીજા છેડા સુધી મેટ્રો ટ્રેનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જીવરાજપાર્ક પાસેના APMC આગળ મેટ્રો સ્ટેશન બની રહ્યું છે. પુરજોશમાં ચાલી રહેલાં આ કામકાજમાં મેટ્રોની ટોચ ઉપરથી કચરો નીચે ન પડે તે માટે મોટી મોટી જાળી લગાવવામાં આવી છે. જેની અંદર ખૂબ જ મોટા પથ્થરો,રોઢા મેન્ટલ અને લોખંડનો કચરો ભરવામાં આવેલો છે. જે ગમે ત્યારે પડી શકે છે તેમજ મોટી આફતને નોતરી શકે છે.
video
ફક્ત મજબૂત દોરીની જાળી ઉપર આટલા મોટા પથ્થરો અને આટલુ બધું વજનથી ક્યારેક જો જાળી તૂટી ગઈ તો રાહદારીઓ અને વાહન ચાલકોના માટે મોટી આફત નોંતરી શકે તેમ છે.
જો આપ મેટ્રો સ્ટેશન નીચેથી પસાર થાય તો ખાસ ધ્યાન રાખીને જવું ગમે ત્યારે પથ્થર રોઢા અને લોખંડના ટુકડાઓનો વરસાદ થઈ શકે છે.