અમદાવાદ:ગુજરાત રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. એક બાજુ મોંધવારી રોકેટ ગતિએ વધી રહી છે. એવામાં ગુજરાતની પ્રજાને હવે વધારે ખિસ્સા હળવા કરવા પડે એવી સ્થિતિ ઊભી છે. કારણ કે, ગુજરાતમાં સૌથી મોંઘી એવી પ્રાથમિક જરૂરિયાત પૈકીની એક એવી વીજળીના ભાવમાં વધારો કરાયો છે. યુનિટ દીઠ 25 પૈસાના વધારાથી મધ્યમ વર્ગ પર વધુ એક આર્થિક માર પડ્યો છે.
મોંઘવારીનો માર સરકારની સેવા શૂન્ય:વિધાનસભાની ચૂંટણી જતાની સાથે જ અનેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે કે જેને આડે ચૂંટણી રાખવામાં આવી હતી. ચૂંટણી જતા હવે મોંઘવારીની દેખા સરકાર દ્રારા દેખાડવામાં આવી છે. એક બાજુ વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતના એવા કેટલાય વિસ્તાર છે જયાં હજુ પણ પૂરા દિવસોના કાંપ રાખવામાં આવે છે. ઉનાળાના સમયમાં તો ઉત્તર ગુજરાતમાં લોકોને જાણે વિચારી વિચારીને વીજળી વાપરવી પડે છે. દિવસ દિવસે તમામ ભાવ વધી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે લોકો પૈસા ભરે છે તેની સામે ખાલી અગવડતા સિવાઇ લોકોને કોઇ ઉધાર નથી.
આર્થિક ભાર આવશે:જાન્યુઆરી મહિનાથી સરકારી ઔદ્યોગિક કોમર્શિયલ રહેણાંક કેટેગરીના વીજ ગ્રાહકોને યુનિટ દીઠ 25 પૈસા ફ્યુલ એન્ડ પાવર પર્ચેસ પ્રાઈસ એડજસ્ટમેન્ટ એટલે કે ફ્યૂલ સરચાર્જ ચૂકવવાનો થશે. જેના કારણે ગુજરાત રાજ્યના 1.40 કરોડ વીજ ગ્રાહકો પર સીધો બોજો વધી જશે. વીજ ગ્રાહકો પર મહિને 167.50 કરોડ અને વાર્ષિક અંદાજ અનુસાર 2010 કરોડ રૂપિયાનો આર્થિક ભાર આવશે.
આ પણ વાંચો દિવસે વિજળી ન મળવાથી, ખેડુત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઇ જવા મજબુર બન્યો