સમગ્ર અમદાવાદ જિલ્લાના શતાયું મતદારો આ સન્માન સમારોહમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી કરશન અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે હાજર રહ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલી કૃષ્ણન તેમજ ડો. વિક્રાંત પાંડે દ્વારા શતાયું મતદાતઓને બુકે તથા શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ચૂંટણી અધિકારીએ શતાયું મતદારોનું કર્યું સન્માન - gujarati news
અમદાવાદ: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્વાચન અધિકારીએ અમદાવાદના AMA ખાતે જિલ્લાના શતાયું મતદારોનોનું સન્માન કર્યું હતું. લોકસભા ચૂંટણી માટે ગુરૂવારે પ્રથમ તબક્કા યોજાયું હતું. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, ગુજરાત 26 લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે.