- કોરોનાની અસર પડી બ્લડ બેન્ક ઉપર
- બ્લડ બેન્કોમાં 50 ટકાથી વધુ બ્લડની અછત
- થેલેસેમિયા સહિત અનેક રોગના દર્દીઓ પર થઈ અસર
- શા માટે બ્લડની અછત સર્જાઈ?
કોરોનાને કારણે બ્લડ બેન્ક પર અસર
અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધતા લોકો બહાર નીકળવાનું ટાળે છે. તેમજ દવાખાનાથી તો લોકો દૂર જ રહે છે ત્યારે આવા સમયમાં બ્લડ આપવાનું પણ લોકોએ ટાળ્યું છે અને તેના પગલે બ્લડ બેન્કોમાં બ્લડની ખૂબ જ અછત સર્જાઈ છે.
અગાઉ અને અત્યાર તથા બ્લડ ડોનેશનમાં કેટલો તફાવત?
બ્લડ બેન્કના આંકડા મુજબ ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી 42,000 યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં માત્ર 16,000 લીટર જ બ્લડ કલેક્ટ થયુ છે. પહેલા મહિને અંદાજે 5000 બોટલ બ્લડની આવક થતી હતી. જેની સામે હમણાં 2200 બ્લડની જ આવક થાય છે.
થેલેસેમિયાના દર્દીઓને મહામુસીબતે બ્લડ મળી રહે છે.
જાણીતી બ્લડ બેન્ક રેડ ક્રોસ દ્વારા 1000 થેલેસેમિયાના દર્દીઓને વિના મૂલ્યે બ્લડ આપવામાં આવે છે. ત્યારે બ્લડની આવક ઘટતાં મહામુસીબતે થેલેસેમિયાના દર્દીઓને બ્લડ આપવામાં આવે છે પરંતુ પ્લાન્ટ, સર્જરી, રિપ્લેસમેન્ટ, કેન્સર તથા ડાયાલીસીસ કરાવતા દર્દીઓને બ્લડ માટે રાહ જોવી પડે છે.
ભવિષ્યમાં પરિસ્થિતિ બગડી શકે છે.
આ રીતે જ બ્લડની આવક ઘટતી રહી તો આગામી સમયમાં અનેક દર્દીઓને મુશ્કેલી પડી શકે છે. કારણ કે, ઇમરજન્સી, ઓપરેશન કે જટિલ સર્જરીમાં પણ ખૂબ જ બ્લડની જરૂર પડે છે, પરંતુ બ્લડની આવક ન વધે તો અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
બ્લડ ડોનેટ કરવા અપીલ
બ્લડ બેન્ક અને દર્દીઓ તરફથી પણ લોકોને બ્લડ ડોનેશન કરવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે ETV ભારત પણ લોકોએ અપીલ કરે છે કે, તંદુરસ્ત શરીર હોય તો અવશ્ય બ્લડ ડોનેટ કરવું જેનાથી કોઈને જીવન પણ મળે છે.