જેમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તેમજ કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ તેમજ અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા.
કોંગ્રેસ દ્વારા કારકિર્દીને અનુલક્ષી ઈ-બુકનું વિમોચન
અમદાવાદઃ ધોરણ-12 પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે. જેને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા કારકિર્દી વિશે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ઇ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.
હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે તે માટે સતત 14માં વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા સંનિષ્ઠ પ્રયત્ન હતો.
એક તરફ રાજ્યમાં બેરોજગારીનો આંકડો વધતો જાય છે ત્યારે સરકારી વિભાગોમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી અને બીજી તરફ રાજ્ય સરકાર ફિક્સ પગારના નામે શિક્ષિત યુવક-યુવતીઓનું આર્થિક શોષણ કરી રહી છે, ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શન આપી શકાય તે માટે ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.