'પ્રેસના નામે દબાણ': અમદાવાદમાં ટ્રાફિક પોલીસથી બચવા ડુપ્લિકેટ પ્રેસ IDનો કરાતો બેફામ ઉપયોગ - ટ્રાફિક નિયમ
અમદાવાદઃ સમગ્ર ભારતમાં ટ્રાફિક નિયમનના અમલ માટેના કાયદાની જોગવાઈઓ કરવામાં આવી છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસથી બચવા માટે વાહનચાલકો દ્વારા અલગ-અલગ નુસ્ખા અજમાવવામાં આવે છે.
abd
સામાન્ય રીતે વાહનચાલકો તેવા ભ્રમમાં છે કે પ્રેસ વાળાને ટ્રાફિક પોલીસ પકડતી નથી. આવા ખોટા ભ્રમને કારણે વાહનચાલકો પોતાના વાહન પર પ્રેસ લખાવી અને ડુપ્લીકેટ પ્રેસ કાર્ડ પણ બનાવડાવી રોફ જમાવતા જોવા મળ્યા હતા.અત્યારે વિક્ટોરિયા ગાર્ડન પાસે આવા જ એક વાહન ચાલકની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે વાહનચાલકે લાયસન્સને બદલે પ્રેસનું કાર્ડ બતાવ્યું હતું. ત્યારે પોલીસ અધિકારી દ્વારા પૂછપરછ કરતા તેણે ઓનલાઈન કાર્ડ ખરીદ્યું હતું.