ગુજરાત

gujarat

ETV Bharat / state

દાણચોરીના કેસમાં DRIના અધિકારીઓને ધરપકડ કરવાની સત્તા છેઃ હાઈકોર્ટ - સુનદીપ સાંધી

વાપીના DRI વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ માટે વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, દાણચોરની શંકાના આધારે પણ DRIના અધિકારીઓ ધરપકડ કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ

By

Published : Sep 18, 2020, 3:20 AM IST

અમદાવાદ : વાપીના DRI(Directorate Of Revenue Intelligence) વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ માટે વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, DRI અધિકારીઓને જ કસ્ટમ વિભાગના અધિકારી પણ માનવામાં આવે છે. કસ્ટમ એકટ 1962 પ્રમાણે આવું માનવામાં આવતું હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

હાઈકોર્ટે નોંધ્યું હતું કે, કસ્ટમ એકટ 1962ની 132,133, 135(A) સહિતની કલમો પ્રમાણે ગુનો કરવામાં આવ્યો હોય તો કસ્ટમ અધિકારી આરોપીની ધરપકડ કરી શકે છે. દાણચોરની શંકાના આધારે પણ DRI ધરપકડ કરી શકે છે. ધરપકડ બાદ આરોપીને ક્યાં ગુના હેઠળ અટક કરવામાં આવ્યો છે, તેની જાણકારી આપી પડે અને ત્યાર બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કસ્ટમના અધિકારીઓ પોલીસ અધિકારીઓ ન હોવાથી FIR દાખલ કરી શકે નહીં અને એવિડન્સ એકટ મુજબ નિવેદન દાખલ કરી શકે નહીં.

કસ્ટમ એકટ હેઠળ નોંધવામાં આવતા ગુના જામીનપાત્ર છે કે, નહીં એ અંગે હજૂ સ્પષ્ટતા આપવામાં આવી નથી. વાપી સ્થિત વેપારી સુનદીપ સાંધી દ્વારા DRIના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અધિકારીઓ તેમને વારંવાર સમન્સ પાઠવી હેરાનગતિ કરે છે.

ABOUT THE AUTHOR

...view details