ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ડૉ. સામ પિત્રોડાએ યુવાવર્ગ સાથે સાધ્યો વિશેષ સંવાદ

અમદાવાદઃ વિશ્વવિખ્યાત ટેકનોક્રેટ ડૉક્ટર સામ પિત્રોડાએ ગુરુવારે અમદાવાદના ટાગોરહોલ ખાતે યુવાવર્ગ સાથે વિશેષ સંવાદ માટે ઉપસ્થિત રહ્યા હતા. ભારત નિર્માણ ફ્યુચર ઇન્ડિયા કાર્યક્રમમાં તેમણે ભારત નિર્માણમાં કોંગ્રેસ પાર્ટીનું યોગદાન અને ફ્યુચરમાં ટેકનોલોજીના મહત્વ વિશે વાતચીત કરી હતી.

સામ પિત્રોડા

By

Published : Apr 19, 2019, 7:16 AM IST

સામ પિત્રોડાએ ભારત નિર્માણમાં આઝાદીથી લઇને અત્યાર સુધી કોંગ્રેસ પાટીદાર દ્વારા આપવામાં આવેલ યોગદાન વિશે ઉપસ્થિત યુવાનો સાથે વાતચીત કરી હતી. તેમણે રાજીવ ગાંધીને દ્વારા ભારતમાં ટેકનોલોજીની ક્રાંતિ બદલ આપેલ યોગદાન માટે તેમને શ્રેય આપ્યું હતું. સાથે સાથે તેમણે યુવાનોને ભવિષ્યમાં ટેકનોલોજી કેટલી મહત્વપૂર્ણ બનશે તે વિશે પણ જ્ઞાન આપ્યું હતું.

આગામી ૨૩ એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ સંવાદ કાર્યક્રમમાં ભાજપ પર તેમણે પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, ભાજપ ખોટા વાયદાઓ અને જુઠ્ઠાણું ચલાવતી સરકાર છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા ટેકનોલોજી અને યુવાનો માટે કામ કરતી અને યુવા નેતૃત્વ ધરાવતી પાર્ટી છે તેમ જણાવ્યુ હતુ. ટેકનોલોજીના વખાણ કરતાં કહ્યું કે, તેઓ પોતે 77 વર્ષના છે અને તેમને 2 વખત હાર્ટની સર્જરી કરવામાં આવી છે, તેમ છતાં ટેકનોલોજીના કારણે તેઓ આજે સ્વસ્થ છે અને 30 વર્ષના યુવાનની જેમ જીવે છે.

ડૉ. સામ પિત્રોડાએ યુવાવર્ગ સાથે સાધ્યો વિશેષ સંવાદ

સામ પિત્રોડાએ ચૂંટણીમાં યુવાઓને મત આપવા માટે પણ અપીલ કરી હતી. સાથે સાથે તેમના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. ભારતનું ભવિષ્ય યુવાઓના હાથમાં છે અને યુવાઓને ટેકનોલોજીમાં વધારે રસ હોય છે જેથી તેમણે યુવાઓને ટેક્નોલોજી પર વિશેષ ઘ્યાન આપવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details