અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારે બપોરે અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને કોરોના દર્દીઓને તમામ પ્રકારની સુવિધા અને સારવાર મળી રહે તે માટે ડૉકટરો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત જરૂરી તમામ સૂચનાઓ આપી હતી.
જનતા કર્ફ્યુમાં પત્રકારો પણ બહાર ન નીકળેઃ CM રૂપાણી
ગુજરાતમાં કોરોનાના છેલ્લા 36 કલાકમાં કુલ 13 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેને પગલે CM વિજય રૂપાણી ચિંતાતુર બન્યા છે. મુખ્યપ્રધાન રૂપાણીએ શનિવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 22 માર્ચેને રવિવારના રોજ જનતા કરફ્યૂ છે, તો પત્રકારો પણ સહકાર આપે.
સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ પત્રકારોની સાથેની વાતચતીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 22 માર્ચને રવિવારનો જનતા કરફ્યૂના દિવસે કોઈ ઘરની બહાર ન નીકળે. આરોગ્ય વિભાગના ડૉકટરો દ્વારા જે સુચનાઓ આપવામાં આવી છે, તેનું પાલન કરીએ. કોઈપણ વાતને સરળ લેવાની નથી. તેમણે પત્રકારોને પણ કહ્યું હતું કે, સવારે 7થી રાત્રીના 9 વાગ્યા સુધી કોઈ ઘરની બહાર નીકળે, એમ લાગવું જોઈ કે કોઈ કે રોડ પર એક માણસ નથી, કોઈ ઘરની બહાર ન નીકળે, પત્રકારો પણ ન નીકળે, કાલે જનતા કરફ્યૂમાં સહકાર આપજો.