ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહેતા લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટ્યા - festival of Diwali

કોરોનામાં છેલ્લા 2 વર્ષથી લોકો તહેવારો ધામધૂમથી ઉજવી શક્યા ન હતા. ત્યારે દિવાળીના તહેવાર (festival of Diwali)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે છૂટછાટ મળતા લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટ્યા હતા.

લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટ્યા
લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટ્યા

By

Published : Oct 25, 2021, 6:57 PM IST

  • દિવાળીના તહેવારને લઈને ગણતરીના દિવસો બાકી રહેતા લોકો ખરીદી કરવા ઉમટ્યા
  • ખરીદીમાં લોકો કોરોનાને ભૂલી ગયા, કોરોના ગાઈડલાઈનનું સરેઆમ ભંગ
  • આ વર્ષે દરેક ચિજવાસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો

અમદાવાદના પ્રખ્યાત લાલ દરવાજા ભદ્ર બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે તહેવાર (festival of Diwali)માં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જો કે છૂટછાટ મળતા કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

ચીજવસ્તુઓના ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો

લોકો એમ કહી રહ્યા છે કે મોંઘવારી છે તો તહેવાર કેવી રીતે માનવવાનો કેમ કે બજારમાં લોકોની ભીડ જોતાં એમ લાગી રહ્યું છે કે કોઈને મોંઘવારી નડતી જ નથી. ત્યારે બીજી તરફ વેપારીઓ કહી રહ્યા છે કે આ વર્ષે કોરોના પેહલા જે રીતની ઘરાકી રહેતી હતી તેના કરતાં 50 ટકા ઓછી ઘરાકી જોવા મળી રહી છે. આ ઉપરાંત ચીજવસ્તુઓના ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે લોકો ખાલી બજારમાં ટહેલવા આવતા હોય છે પરંતુ ખરીદી કરવા આવતા નથી તેવું વેપારીએ જણાવ્યું હતું.

લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટ્યા

આ પણ વાંચો:શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમના જોષી બાપાએ દિવાળીની કરી અનોખી ઉજવણી, વૃદ્ધોને કરાવી યાત્રા

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

હાલમાં તો તહેવારોને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે રોજે રોજ બજારોમાં પોલીસ દ્વારા ચેકીંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. પોલીસ દ્વારા પણ વેપારીઓને જણાવ્યું છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવો. ત્યારે હાલમાં તો તહેવારને લોકો શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details