અમદાવાદ કોરોના કાળના બે વર્ષ બાદ રાજ્યમાં નવરાત્રીની જેમ દિવાળી પર્વને લઈને (Diwali festival in Ahmedabad) લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને દિવાળીના પર્વ પર લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે દિવાળીના દિવસોમાં ધનતેરસના દિવસનું વિશેષ મહત્વ હોય છે. ધનતેરસ એટલે કે ધનની પૂજાનું મહત્વ તે દિવસે લોકો ધનની પૂજા કરતા હોય છે. આવનારા સમયમાં લગ્ન પ્રસંગને લઈને પણ લોકો ધનની શુભ મુહૂર્ત જોઈને ખરીદી કરતા હોય છે. તો આવો જાણીએ ધનતેરસની પૂજા કઈ રીતે કરવી અને તેનું મહત્વ શુ છે. ધનની પૂજા કેવી રીતે કરવી.(Dhanteras significance)
દેવકુબેરની દેવ પૂજા કરવામાં આવે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધનતેરસનો દિવસ હિન્દુ ધર્મમાં અગત્યના દિવસ તરીકે ગણવામાં આવે છે. તેને દિવાળીના (Dhanteras 2022) પર્વત તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની પૂજા તેમજ દેવકુબેરની દેવ પૂજા કરવામાં આવે છે. આ દિવસે યમરાજાને દીપદાન કરવાનું ખાસ મહત્વ રહેલુ છે. ધનનું પૂજન કરવાથી આપણે ત્યાં ધનની વૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે યોગ્ય મુહૂર્ત જોઈને ધનને પૂજા કરવામાં આવે છે. ધનપૂજામાં ખાસ કરીને કંકુ, ફૂલ, અગરબત્તી, સ્વચ્છ જળ, પંચમૃતનો ઉપયોગ કરીને પૂજામાં ચલણી સિક્કા, ચાંદીના સિક્કાનું પૂજન કરવામાં આવે છે. ધનપૂજા કરીને તેને ધનની સ્થાપના મંદિરમાં કરવામાં આવે છે. (Dhanteras Shubh Muhurat 2022)