ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં કરાયું અનાજ કીટનું વિતરણ

લૉક ડાઉનની સ્થિતિમાં લોકો પોતાના વિસ્તારના ધારાસભ્યો અને તંત્રવાહકો સામે વિશેષ અપેક્ષાથી મદદની મીટ માંડી રહ્યાં છે. ત્યારે તેને સાર્થક કરતાં અમરાઈવાડીના એમએલએ દ્વારા તેમના વિસ્તારમાં અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

By

Published : Apr 1, 2020, 5:17 PM IST

અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં કરાઇ અનાજ કીટ વિતરણ
અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં કરાઇ અનાજ કીટ વિતરણ

અમદાવાદઃ લૉક ડાઉનની સ્થિતિમાં લોકો પોતાના વિસ્તારના ધારાસભ્યો અને તંત્રવાહકો સામે વિશેષ અપેક્ષાથી મદદની મીટ માંડી રહ્યાં છે. ત્યારે તેને સાર્થક કરતાં અમરાઈવાડીના એમએલએ દ્વારા તેમના વિસ્તારમાં અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેર લૉક ડાઉન છે. ત્યારે મધ્યમવર્ગના પરિવારને સહાયરૂપ થવા માટે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય જગદીશ પટેલ દ્વારા 5000 જેટલી રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચોખા, લોટ, બટાકા જેવા ખાદ્યાન્નનો સમાવેશ થાય છે. કિટનું આ વિતરણ ડોર ટુ ડોર કરવામાં આવ્યું હતું. એટલે કે સરકારના આદેશ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details