અમદાવાદઃ કોરોના મહામારી સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના 24 સરકારી આયુર્વેદ દવાખાના તથા 21 હોમિયોપેથી દવાખાનામાં અત્યાર સુધી 2.55 કરોડ કરતા વધું આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ વિતરણ ઝૂંબેશ ચાલી રહી છે.
કોરોના મહામારીમાં સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ અનેકવિધ પગલાં લીધા છે. તેમાં આયુર્વેદ અને હોમિયોપેથીનો પણ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની શરૂઆત થઇ ત્યારથી આજદિન સુધીમાં સમગ્ર જિલ્લામાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાઓનો ડોઝ જિલ્લાના 24 આયુર્વેદ દવાખાનામાં કુલ 1,14,26479 દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 21 હોમિયોપેથી દવાખાનામાં 74,43,355થી વધુ ડોઝનું વિતરણ થયું છે.
અમદાવાદમાં આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથી દવા વિતરણનો આંક 2.55 કરોડે પહોંચ્યો - અમદાવાદ લેટેસ્ટ ન્યૂઝ
અમદાવાદ જિલ્લામાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવા વિતરણનો આંક 2.55 કરોડે પહોંચ્યો છે. 24 સરકારી આયુર્વેદ દવાખાના તથા 21 હોમિયોપેથી દવાખાનામાં અત્યાર સુધી 2.55 કરોડ કરતા વધું આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં 5 સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 63,53,799 આયુર્વેદિક ઉકાળાના પેકેટ આપવામાં આવ્યા હતા. તે જ રીતે 5 સરકારી હોમિયોપેથી હૉસ્પિટલમાં 2,74,482 લોકોએ હોમિયોપેથી દવાઓનો લાભ લીધો છે.
અમદાવાદ જિલ્લામાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પણ 36,101 જેટલા આયુર્વેદિક ઉકાળાનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 21,101 જેટલી હોમિયોપેથીની દવાઓ આપવામાં આવી હતી. આમ, કોવિડ મહામારીના સંક્રમણમાં અમદાવાદ જિલ્લા પંચાયતે આયુર્વેદ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક ચિકિત્સાનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે.