અમદાવાદઃ વાત છે સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહેલ કિશોર કારીયા નામના યુવકની, કિશોર કારીયા કેટલાય સમયથી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં રહે છે અને પેરામેડીકલ સ્ટાફ તરીકે ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. કિશોરને જન્મથી જ કોઈ બીમારીના કારણે પગમાં વિકલાંગતા છે. કોરના વાઇરસની મહામારી શરૂ થતાં સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ તથા અન્ય મેડિકલ ટીમને કોરોના વૉર્ડમાં થોડા-થોડા દિવસની ડ્યુટી આપવામાં આવી હતી.
વિકલાંગ હોવા છતાં મક્કમ મન સાથે 17 દિવસ કોવિડ વોર્ડમાં ફરજ બજાવી આ યુવકે જ્યારે ડ્યુટીની ફાળવણી કરવામાં આવી ત્યારે કિશોરને પણ મેં માસમાં 7 દિવસ ડ્યુટી ફાળવવામાં આવી હતી. પરંતુ કિશોર વિકલાંગ હોવાથી તેને જણાવવામાં આવ્યું હતું કે કોરોના વૉર્ડમાં જવું તેના માટે ફરજીયાત નથી તે ઈચ્છે તો જ તે જય શકે છે, ત્યારે કિશોરે કોરના વૉર્ડમાં ફરજ બજાવવાનું પસંદ કર્યું. કિશોર જાણતો હતો કે તેના માટે આ નિર્ણય જોખમ ભર્યો છે, છતાં તેને તે પસંદ કર્યું હતું.
મેં માસમાં 7 દિવસ કિશોરે કોરોના વૉર્ડમાં ડ્યુટી કરી અને બીજા 7 દિવસ કોરેન્ટાઇન રહ્યો તે બાદ ફરીથી મોકો મળતા જુલાઈ માસમાં 10 દિવસ ડ્યુટી પર જવાનું પસંદ કર્યું. આમ કિશોરે 17 દિવસ કોરોના વૉર્ડમાં ડ્યુટી નિભાવી તે બાદ કિશોરે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.
કિશોરે જણાવ્યું કે તેને ફરજ દરમિયાન ઘણી બધી બાબતોનું ધ્યાન રાખ્યું હતું, જેના કારણે તેને પોઝિટિવ આવ્યો નથી. સૌથી મહત્વનું હતું પીપીઈ કીટ. પીપીઈ કિટનું ડોમિંગ અને ડફિંગ વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. નાસ્તો તથા જમવાનું સમયસર કરી લેવું જોઈએ. કોરેન્ટાઇના સમય દરમિયાન કોઈને મળવું ના જોઈએ. આ તમામ બાબતોનું કિશોરે ધ્યાન રાખ્યું હતું.
કિશોર કાયમી સિવિલમાં નોકરી નહોતો કરતો, પરંતુ ઇન્ટર્નશિપ કરવા સિવિલ આવ્યો હતો. છતાં પોતાની ફરજ સમજીને પોતાની વિકલાંગતાને બાજુમાં મુકીને સામાન્ય માણસની જેમ જ કોરોના વૉર્ડમાં ફરજ આપી હતી. જે અન્ય પેરામેડીકલ સ્ટાફ માટે પણ પ્રેરણાદાયક છે.