દિવાળીમાં ફટાકડા ફોડતા આટલી બાબતોનું રાખવું પડશે ધ્યાન નહિ તો પોલીસ કરશે કાર્યવાહી - Diwali
દિવાળીના પર્વ નિમિત ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી કેટલાક દિશા નિર્દેશો કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે પણ ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
અમદાવાદ: દિવાળીના પર્વ નિમિત્તે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ, તો પોલીસ કરશે કાર્યવાહી
અમદાવાદ: દિવાળીના પર્વમાં ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી કેટલાક દિશા નિર્દેશો કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે પણ ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદીઓએ ફટાકડા ફોડતા કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે જાણો..
પોલીસ કમિશનરને જાહેરનામું
- દિવાળી દરમિયાન રાતના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે..
- વધુ અવાજ કરનારા અને ફટાકડાની લૂમ વેચી કે ફોડી શકાશે નહી
- પ્રદૂષણ રોકવા PESO ફટાકડાના બોક્સ પર માર્કિંગ હોવું જોઈએ
- હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા,કોર્ટ કે ધાર્મિક સ્થળો પાસે ફટાકડા નહિ ફોડી શકાય
- વિદેશી ફટાકડાના વેચાણ અને ફોડવા પર પણ પ્રતિબંધ
- ઓનાલાઈન વેબસાઇટ પર ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
- પેટ્રોલ પંપ,બજાર શેરી, ગલી કે જ્યાં આગ લાગવાની સંભાવના હોય ત્યાં ફટાકડા ના ફોડવા
- ચાઇનીઝ અને બલૂન ના વેચાણ અને ઉડાવવા પર પ્રતિબંધ
તમામ બાબતોનું પાલન લોકોએ કરવાનું રહેશે અને અમદાવાદ પોલીસ દ્વારા પણ કરાવવામાં આવશે. કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.