- કોરોનામાં ઘણા સમય પછી યોજાઈ રહી છે ફૂટબોલ ટુર્નામેન્ટ
- પ્રખ્યાત ફૂટબોલ પ્લેયર મેરેડોનાને આ ટુર્નામેન્ટમાં અપાશે શ્રદ્ધાંજલિ
- અમદાવાદ ખાતે આગામી 15 થી 25 ડીસેમ્બર સુધી યોજાશે ટુર્નામેન્ટ
- કોરોનાના દરેક નિયમોના પાલન સાથે કરવામાં આવ્યું છે આયોજન
- દરેક ખેલાડીઓના કરવામાં આવશે કોરોના ટેસ્ટ
અમદાવાદ : ફુટબોલના વિશ્વ પ્રસિધ્ધ ખેલાડી રહી ચૂકેલા ડિએગો મેરેડોના જેઓનું તાજેતરમાં નિધન થયું છે. તેમના માનમાં કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકડેમી દ્વારા ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજવામાં આવી રહી છે. આ આ એકેડેમી દ્વારા લેજન્ડ ખેલાડીની પ્રિય રમતથી જ તેમને અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપવામાં આવશે.
પહેલી યુથ લેજન્ડ કેટેગરીમાં 15 થી 17 વય કેટેગરીના પ્લેયરને રમવાનો મોકો
આ ઉપરાંત છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલી કોરોના મહામારીને પગલે ઘણા એવા પણ ખેલાડીઓ છે કે, જેઓનું ટેલેન્ટ ટૂર્નામેન્ટ યોજવામાં ન આવતા તેમના સુધી જ સિમિત રહી ગયું છે. તેવા ખેલાડીઓ રમવા માટે આતુર છે, તેઓને એક પ્લેટફોર્મ પ્રદાન પણ કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકડેમી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે કારણે જ કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકડેમી દરેક પ્રકારના ખેલાડીને મોકો આપવા જઈ રહી છે. પહેલી યુથ લેજન્ડ કેટેગરીમાં 15 થી 17 વય કેટેગરીના પ્લેયરને રમવાનો મોકો મળી રહેશે. જેમાં અંદાજિત 300 પ્લેયર ભાગ લેશે.
આ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી બાળકો લેશે ભાગ
જ્યારે અન્ય બાર ટીમો ટેન ડે લોંગ ટૂર્નામેન્ટમાં 15 થી 25 ડિસેમ્બર દરમિયાન ભાગ લેશે. જેમાં દરેક કેટેગરીના મિક્સ પ્લેયર ભાગ લઈ શકશે. આ ખેલાડીઓ ગુજરાતના અલગ અલગ શહેરો જેમ કે અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરતથી ભાગ લઈ રહ્યા છે.
લેજન્ડ ખેલાડી ડિએગો મેરેડોનાને અપાશે અનોખી શ્રદ્ધાંજલિ 180 ખેલાડીઓ કરાવી ચુક્યા છે રજીસ્ટ્રેશન કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકડેમીના ઓનર એવા હિતેન્દ્ર વાઘેલાએ કહ્યું હતું કે, ડિએગો મેરેડોનાની યાદમાં આ પ્રકારની ટૂર્નામેન્ટ દ્વારા અનોખી શ્રધ્ધાંજલિ એટલા માટે જરૂરી છે કેમ કે, તેમને પોતાના જીવન અને ફૂટબોલ થકી અનેક લોકોને નવી પ્રેરણા આપી છે. તેઓ હમેશાં દરેક ફૂટબોલ પ્રેમીના દિલમાં જીવિત રહેશે. લોકડાઉન પછીની ગુજરાતની આ સૌથી મોટી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. જ્યારે વિજેતા ટીમને 50 હજારનું ઈનામ આપવામાં આવશે. બેસ્ટ પ્લેયરને મોમેન્ટો, 25 હજાર સુધીના રિસોર્ટ વાઉચર આપવામાં આવશે.