અમદાવાદઃ કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યાં છે. નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ખાતે સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું.
ધોળકા: કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને અર્બન વિસ્તાર સેનિટાઇઝેશન કરાયાં - કોરોના કેર
ધોળકા કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં કામ કરતાં 21 કર્મચારીઓને ગુરુવારે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતાં સમગ્ર તંત્રમાં દોડધામ થતાં સમગ્ર યુનિટને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.
ધોળકા: કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને અર્બન વિસ્તાર સેનિટાઇઝેશન કરાયાં
અત્રે ઉલ્લેખનીય છે કે કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાંથી આજે કેટલાક લોકો કોરોના પોઝિટિવ જણાયાં હતાં. તેના પગલે તાત્કાલિક ધોરણે કવાયત હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ધોળકા અર્બન વિસ્તાર ખાતે સંપૂર્ણપણે સેનિટાઇંઝેશનની કામગીરી કરાઈ હતી.