જમાલપુર મંદિરમાં જગતના નાથનું મંદિર આવેલું છે, જે અમદાવાદની આગવી ઓળખ ગણવામાં આવે છે. આ સાથે જ આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા અલગ રીતે મામેરાના વધામણા કરવામાં આવ્યા હતા. મામા દ્વારા ભાણેજોના મામેરાના આભુષણ અલંકાર સહિતના તમામના દર્શન માટે મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મામા દ્વારા દર વર્ષે ભગવાનનું અષાઢી બીજે મામેરું કરવામાં આવે છે. આ સૌભાગ્ય વર્ષો બાદ શાહપુરના પટેલ પરિવારને મળ્યું છે.
ભગવાન જગન્નાથના મામેરાના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ - Gujarati News
અમદાવાદઃ રથયાત્રા એટલે અમદાવાદીઓ માટે એક તહેવાર... જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે, તે 142મી રથયાત્રાને થોડાજ દિવસો બાકી છે. ત્યારે તેના ભાગરૂપે આજે ભગવાનના મોસાળવાસીઓએ જગન્નાથ મંદિરમાં મામેરાના દર્શન રાખવામાં આવ્યા હતા. જેના દર્શન કરવા મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
142મી રથયાત્રામાં ભગવાન કયા સ્વરૂપે દર્શન આપશે તેની ભક્તોમાં ખૂબ આતુરતા જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે ભગવાન રજવાડી સ્વરૂપે દર્શન આપશે. જે વાઘા મામા તરફથી અને મંદિર તરફથી તૈયાર કરાયા છે. જે આજે ધ્વજ, પતાકા, ગજરાજ અને ભજન મંડળીઓ સાથે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. જેમ રથમાં સવાર થઇ પ્રભુ ખુદ ચાલીને આવ્યા હોય તેમ આખો માહોલ જગન્નાથમય બની ગયો હતો.
ભગવાનના વાઘાની સાથે મંદિરમાં મામા તરફથી અને સ્વેચ્છાએ ભક્તો ભગવાનને ભેટ આપતા હોય છે, ત્યારે આ વર્ષે સોના ચાંદીના ઘરેણાથી લઈને દરેક વસ્તુઓ આપવામાં આવી રહી છે. આ વાઘાનું કાપડ ખાસ કરીને વૃંદાવન, બનારસથી મંગાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભક્તો ભગવાનના દર્શન રજવાડી રૂપે કરશે.