અમદાવાદશહેરના ઓગણજમાં પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) અંતર્ગત પ્રમુખ સ્વામીનગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રવિવારે અહીં એક જ દિવસમાં 2 લાખ હરિભક્તો ઉમટી (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday) પડ્યા હતા.
રાજ્ય, દેશભરમાંથી આવ્યા ભક્તો આ મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ભાગ લેવા માત્ર અમદાવાદ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશમાંથી હરિભક્તો સહપરિવાર આવી રહ્યા છે. તેવામાં વર્ષના પહેલા દિવસે રવિવારે હોવાથી 2 લાખ હરિભક્તોએ આ મહોત્સવમાં (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday) ભાગ લીધો હતો.
મોહેં જો દડો જેવી વ્યવસ્થા ગાંધીનગરથી આવેલા હરિભક્ત તેજસ બારોટે જણાવ્યું હતું (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday) કે, આ ખરેખર અદભુત મોટું નગર છે. આ નગરની અંદર દર્શાવાયેલા પ્રદર્શનનો પણ સારા અને જોવાલાયક છે. તેમાં ખાસ કરીને બાળકો માટે તૈયાર કરવામાં આવેલા બાળનગરી પણ બાળકોને સારા સંસ્કારનું સિંચન કરે છે. આ નગરની અંદર ખૂબ જ ઉત્તમ પ્રકારનું આયોજન કરાયું છે. એટલે કોઈ પણ પ્રકારની અગવડતા નથી. આયોજનની દ્રષ્ટિએ પૂરાણોમાં જે લોથલ અને મોહેં જો દડોમાં આયોજન હતું તેવું આયોજન નગરની અંદર છે.