ગુજરાત

gujarat

By

Published : Mar 28, 2020, 9:58 PM IST

ETV Bharat / state

કોરોના વાઈરસને લઈને માર્ગદર્શન માટે અમદાવાદ ભાજપ દ્વારા ડૉક્ટર સેલની રચના

કોરોનાવાયરસ લઈને અમદાવાદના નાગરિકોને ઘરે બેઠા ડોક્ટરનું નિ:શુલ્ક માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ ભાજપ દ્વારા એક ડોક્ટર સેલની રચના કરવામાં આવી છે.

કોરોના વાઈરસને લઈને માર્ગદર્શન માટે અમદાવાદ ભાજપ દ્વારા ડૉક્ટર સેલની રચના
કોરોના વાઈરસને લઈને માર્ગદર્શન માટે અમદાવાદ ભાજપ દ્વારા ડૉક્ટર સેલની રચના

અમદાવાદઃ આ ડૉક્ટરોની યાદી અમદાવાદ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમાં જ એમના ફોન નંબર પણ આપેલા છે. તેથી અમદાવાદના નાગરિકો પોતાના સ્વાસ્થ્યને લઈને આ ડોક્ટર્સ પાસેથી સવારે 10 થી બપોરના 1 અને સાંજે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધી સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન મેળવી શકશે.

કોરોના વાઈરસને લઈને માર્ગદર્શન માટે અમદાવાદ ભાજપ દ્વારા ડૉક્ટર સેલની રચના

આ જ ટીમના ડૉક્ટર અનિલ પટેલ જણાવ્યું હતું કે, એક કલાકમાં તેમને સરેરાશ 15 જેટલા ફોન આવે છે. તેમાં સામાન્ય રીતે ક્રોનિકલ ડિસીઝ ધરાવતા લોકોનો વધુ સમાવેશ થાય છે. તેમજ ડૉક્ટર અનિલ પટેલે સામાન્ય ફલૂ અને કોરોના વાયરસના લક્ષણો વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. સરકારના કોરોના વિરુદ્ધના પગલાંઓમાં લોકોને સાથ આપવા તેમણે અપીલ કરી હતી.

જ્યારે, આ ડૉક્ટર સેલની રચનાનો વિચાર અમદાવાદ ભાજપ દ્વારા મૂકવામાં આવ્યો, ત્યારે એક જ કલાકમાં 56 જેટલા ડૉક્ટરોએ તે માટે પોતાની સંમતિ આપી હતી. તો તેમની સંખ્યા વધીને કુલ 108 જેટલી થવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details