ગુજરાત

gujarat

ETV Bharat / state

RTE માં ખોટા દસ્તાવેજ રજૂ કરવા મામલે વધુ 3 વાલીઓ સામે કાર્યવાહી DEO કરશે - સ્કૂલો દ્વારા DEO ને જાણ

અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટના(False document) આધારે સ્કુલમાં પ્રવેશ( Admission to school)મેળવનાર વાલી સામે DEO દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે 3 અન્ય વાલી શકમંદ જણાતા તેમની વિરુધ તપાસ ચાલી છે અને તપાસ પૂરી થયા બાદ તેમના વિરુધ કાર્યવાહી કરવામાં આવશે.

DEO will take action against 3 more guardians for submitting false documents in RTE
DEO will take action against 3 more guardians for submitting false documents in RTE

By

Published : Nov 12, 2021, 9:09 AM IST

  • RTEમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવનાર 3 વાલી સામે કાર્યવાહી
  • DEO દ્વારા વાલી વિરુધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે
  • અન્ય કોઈ ખોટા દસ્તાવેજ રજૂ ન કરે તે માટે વધુ કાર્યવાહી કરાશે


અમદાવાદઃRTE હેઠળ પ્રવેશ (Admission under RTE)આપવા કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. જેમાં માર્યાદિત આવક અથવા તેનાથી ઓછી આવક ધ્યાને રાખવામાં આવે છે ત્યારે સુખી સમૃદ્ધ ઘરના વ્યક્તિઓ પણ વિના મુલ્યે પોતાના બાળકને સારી સ્કુલમાં ભણાવવા તેમાં પ્રવેશ મેળવવા ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવે છે જે ગેરકાયદેસર છે.અમદાવાદ(Ahmedabad)માં ખોટા ડોક્યુમેન્ટના આધારે સ્કુલમાં પ્રવેશ મેળવનાર વાલી સામે DEO દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે 3 અન્ય વાલી શકમંદ જણાતા તેમની વિરુધ તપાસ ચાલી છે અને તપાસ પૂરી થયા બાદ તેમના વિરુધ કાર્યવાહી કરવામાં આવશે.

વાલીએ ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવ્યો

અમદાવાદ DEO કચેરી (Ahmedabad DEO Office)દ્વારા થોડા સમય અગાઉ જ ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવનાર વાલી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી.આ કાર્યવાહી બાદ એક સ્કુલ દ્વારા RTEમાં પ્રવેશ આપેલ શકમંદ વાલીની ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી જેમાં વાલીએ ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી સ્કુલ દ્વારા DEO ને જાણ કરવામાં આવી છે અને DEO દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

સ્કૂલો દ્વારા પણ આ મામલે DEO ને જાણ કરવામાં આવી રહી છે

અગાઉની જેમ આ વાલી તપાસમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવ્યો હશે તો DEO દ્વારા વાલી વિરુધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદ DEO એ ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવનાર સામે કાર્યવાહી કરી હતી.ખોટા ડોક્યુમેન્ટ આધારે અન્ય વાલી પણ પ્રવેશ ના મેળવે તે માટે હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે આગામી સમયમાં વધુ વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમાં નવાઈ નહિ. જ્યારે સ્કૂલો દ્વારા પણ આ મામલે DEO ને જાણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃઅમદાવાદ શહેરમાં કોરોનાની ભીતિ વચ્ચે હુંફાળુ જાગ્યું તંત્ર, શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગ બાદ પ્રવેશ

આ પણ વાંચોઃવિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી

ABOUT THE AUTHOR

...view details