અમદાવાદ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં (Gujarat Assembly Elections) જાહેર થઈ શકે છે, ત્યારે હવે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ લઈને દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં સ્ક્રિનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોના નામ (congress candidate list gujarat) પર આખરી મોહરમ લાગશે અને દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કેટલાક ધારાસભ્યોને રીપીટ કરે તો પણ નવાઈ નહીં. (delhi manthan congress)
કોંગ્રેસ પાર્ટીના પેનાલિસ્ટે કહ્યું હતું કે,દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક (Gujarat Congress leaders Delhi) જે ચાલી રહી છે. તેમાં આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા પણ થઈ રહી છે અને વિધાનસભાની ચૂંટણીમાં કયા ઉમેદવારને ટિકિટ આપી તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરુદ્ધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુ શર્મા અને અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. (Gujarat Assembly Elections 2022)