ગુજરાત

gujarat

કોરોના હોવા છતાં મતદાનની ટકાવારી ઊંચી રહીં, મતદારોને સલામઃ ભાજપ અને કોંગ્રેસના પ્રવકતા સાથે ETVની ડિબેટ

By

Published : Nov 3, 2020, 7:24 PM IST

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ છે, ત્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ભાજપ અને કોગ્રેસના પ્રવક્તાએ મતદારોનો સલામ કરીને બિરદાવ્યા છે. કોરોનાકાળ હોવા છતાં પણ મતદારો સવારથી લાંબી લાઈનમાં ઉભા રહીને મતદાન કરી રહ્યા છે, મતદારોને લાખ લાખ અભિનંદન છે, એમ ભાજપના પ્રવકતા પ્રશાંત વાળા અને કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા મનિષ દોશીએ ETV Bharat સાથેની લાઈવ ડિબેટમાં જણાવ્યું હતું.

અમદાવાદ
અમદાવાદ

  • ભાજપના પ્રશાંત વાળા અને કોંગ્રેસના મનિષ દોશીની ડિબેટ
  • બંનેએ મતદારોને આપ્યા અભિનંદન
  • 8 બેઠકોની ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે

અમદાવાદ : ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તાની ડિબેટમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વીડિયો અંગે ભાજપના પ્રવકતા પ્રશાંત વાળાએ અનેક સવાલો કર્યા હતા કે, કોંગ્રેસે હજી સુધી કેમ ફરિયાદ કરી નથી. તેઓએ સાચો વીડિયો રજૂ કર્યો હોય તો ફરિયાદ કરે. કરજણના બનાવ અંગે અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા અંગેના સવાલના જવાબમાં ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના આંતરિક જુથવાદ અને અસંતોષને કારણે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે.

કોરોના હોવા છતાં મતદાનની ટકાવારી ઊંચી ગઈ છે, મતદારોને સલામઃ ભાજપ અને કોંગ્રેસના પ્રવકતા સાથે ડીબેટ

ભાજપ અને કોંગ્રેસના બંને પ્રવકતાએ એકબીજા પર કર્યા આક્ષેપ પ્રતિ આક્ષેપ

ભાજપ અને કોંગ્રેસના બન્ને પ્રવકતાએ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતાં રહ્યા. પણ મતદારો સિવાય તેમને કોઈ જવાબ આપી શકે તેમ નથી. જેથી મતદારોના જવાબની રાહ જોવી જ રહી. 8 બેઠકોની ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવશે. ત્યારે સાચી સ્થિતિની ખબર પડશે. મતદારો સમજદાર છે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાને મત આપે છે કે નહી.

ABOUT THE AUTHOR

...view details