અમદાવાદઃ સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના મહંત, સાધુતાની મૂર્તિ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ 101 વર્ષની ઉંમરે તા. 18-12-2021, માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે 2.00 કલાકે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા આદિનો વિધિ તા. 19 - 12 - 2021 રવિવારના રોજ નીચે પ્રમાણે રાખેલ છે.
સવારે 7 - 00 થી 8 - 8:30- પૂજન, અર્ચન તથા અભિષેક વિધિ -કુમકુમ મંદિરમાં
સવારે 8 - 30થી 10- 00 - દર્શન - કુમકુમ મંદિરમાં
સવારે 10 - 00 થી 12 - 00 - પાલખી યાત્રા - કુમકુમ મંદિર - મણિનગરથી હીરાપુર સેવા કેન્દ્ર
બપોરે 12- 00થી 2 - 00 - દર્શન - કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે
બપોરે 2 - 00 વાગે - અંતિમ સંસ્કાર વિધિ - કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સૌ પ્રથમ ઈ.સ. 1948 આ આફ્રીકા પધાર્યા હતા.
અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે પ્રધાન તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાંપ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.
શારત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે.જેના કારણે આજે અનેક પરીવારોમાં નિરાશાઓ દૂર થઈ છે અને સ્નેહ - સંપના દિપક પ્રગટ્યા છે.અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠ્યા છે.દેશ અને વિદેશમાં તેમના દ્વારા સ્થપાયેલા મંદિરોના કારણે ઘરોઘર સત્સંગ સદાચારના અજવાળાં પથરાયાં છે.જને જને સત્સંગના તેજરશિમ ફેલાયાં છે.
અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને તેમણે મણિનગરમાં આજથી ૩૫ વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા અને અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા. પરંતુ પાછી ધર્મમાં શીથિલતા આવતાં ત્યાગી સંતોના નિયમ ધર્મની સાચવણી માટે ઈ.સ.1985માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યું.
આજે એ સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજીક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ,બ્લડ ડોનેશન કેમ્પ, જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સાથે સાથે દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા ,પારાયણો,મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ પણ આ સંસ્થા ચલાવી રહી છે.
આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પણ તેમના દીર્ધાયુ માટે શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે,“ધર્મચિંતન અને સમાજસેવા દ્વારા સ્વામીજી માનવ જીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે,તેમના સત્કાર્યો અને સદ્ વિચાર સમાજ માટે સદૈવ પ્રેરણાસ્રોત રહયા છે.
સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને શત્ શત્ વંદન કરીએ અને તેમણે ચિંધેલા માર્ગે જનસમાજના કર્યોમાં જોડાઈને તેમને ખરા અર્થમાં અંજલિ અર્પણ કરીએ.
આ પણ વાંચોઃCorona in Ahmedabad Schools: વધુ 2 શાળામાં વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, DEOએ આ બન્ને શાળા બંધ કરવા આપ્યો આદેશ
આ પણ વાંચોઃCold in Gujarat 2021: શિયાળો શરૂ થતાં જ વિવિધ જ્યુસનું વધ્યું મહત્ત્વ