ગુજરાત

gujarat

ETV Bharat / state

Death by Suicide : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ - પ્રેમમાં નિરાશા મળતાં આત્મહત્યા

અમદાવાદના ચાંદખેડામાં નર્સ યુવતીની આત્મહત્યાનો કેસ નોંધાયો છે. એસએમએસ હોસ્પિટલના નર્સ જીમી પરમારે પ્રેમમાં નિરાશા મળતાં આત્મહત્યા (Death by Suicide in SMS Hospital Ahmedabad )કરી હોવાની સ્યૂસાઇડ નોટ મળી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે પરિવારનું કહેવું કંઇ અલગ છે.

Ahmedabad Crime News : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ
Ahmedabad Crime News : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ

By

Published : Jan 16, 2023, 3:10 PM IST

પરિવારજને હોસ્પિટલ તંત્ર પર સવાલો ઉઠાવી મોટો આક્ષેપ કર્યો છે

અમદાવાદઅમદાવાદના ચાંદખેડામાં ગુમ થયેલી નર્સનો SMS હોસ્પિટલના સાતમા માળે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પ્રેમમાં દગો મળતા આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પરિવારે હોસ્પિટલ તંત્ર પર રોષ વ્યકત કર્યો છે અને ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

સ્યૂસાઇડ નોટ મળી ‘હું મારી મરજીથી જ આ પગલું ભરું છું’ આ શબ્દો છે. આત્મહત્યા કરનાર નર્સના. શહેરમાં ત્રણ દિવસથી ગુમ થયેલી નર્સનો ચાંદખેડા એસએમએસ હોસ્પિટલના સાતમા માળે લટકતી હાલતમાં મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 3 વર્ષથી એસએમએસ હોસ્પિટલમાં જીમી પરમાર નામની 24 વર્ષીય યુવતી નર્સ તરીકે ફરજ બજાવતી હતી. 12 જાન્યુઆરીથી જીમી પરમાર ગુમ હતાં. આ અંગે હોસ્પિટલ તંત્રએ તેના પરિવારને જાણ કરી હતી કે ‌જીમી હોસ્પિટલમાં નથી. ત્યાર બાદ પરિવારે હોસ્પિટલ બહાર તથા તમામ જગ્યાએ દીકરીની શોધખોળ કરી. પરંતુ તેની ભાળ ક્યાંયથી પણ મળી ન હતી. જે બાદ હોસ્પિટલ તંત્રએ આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરી હતી. જીમી ગુમ થયાં હોવાથી શરૂઆતમાં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ ત્રણ દિવસ પછી હોસ્પિટલના જ સાતમા માળેથી ‌જીમીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સંજોગોમાં પરિવારે હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરીને રોષ વ્યકત કર્યો છે.

આ પણ વાંચો યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા નર્સના આત્મહત્યાની જાણ પોલીસને થતાં ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે, ત્યારે જીમીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મૃતદેહ પાસેથી પોલીસને એક સ્યૂસાઇડ નોટ મળી હતી, જેમાં ‌જીમીએ લખ્યું હતું કે હું મારી મરજીથી જ આ પગલું ભરું છું. હું જેને ચાહતી હતી તેને મેળવી ન શકી. આ સ્યૂસાઈડ નોટમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી પ્રેમ પ્રકરણમાં જીમીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે એફએસએલ અને પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. બીજી તરફ હોસ્પિટલનો સાતમો માળ બંધ હાલતમાં જ છે, ત્યાં કોઇની અવરજવર રહેતી નથી. જેથી યુવતીએ ત્યાં જઈ આપઘાત કર્યો છે કે નહીં તેને લઈને પરિવારે આક્ષેપો કર્યો છે.

આ પણ વાંચો પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર, પોલીસે પતિ સસરાની કરી ધરપકડ

પરિવારજનોનો આક્ષેપ નર્સનો આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળતાં પોલીસે તે ‌દિશામાં તપાસ ચાલુ કરી છે, પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહત્ત્વનું એ છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સ્યૂસાઈડ નોટના આધારે તપાસઆ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ વણઝારાએ etv ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજના સમયે હોસ્પિટલમાંથી યુવતીનો મૃતદે મળી આવ્યો છે અને તેની પાસેથી સુસાઇડ નોટ પણ મળી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details