ગુજરાત

gujarat

By

Published : Jun 4, 2020, 10:37 PM IST

ETV Bharat / state

ડાંગમાં વિદેશથી આવેલા 109 વ્યક્તિઓને સાપુતારામાં ક્વોરોન્ટાઈન કરાયા

વિદેશમાંથી પરત ફરેલા ગુજરાત રાજ્યનાં 109 જેટલા નાગરિકોને ડાંગના ગિરીમથક સાપુતારામાં આવેલા પુર્ણા ડોરમેટરીનાં ગેસ્ટહાઉસમાં મેડીકલ ચકાસણી કર્યા બાદ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દરેક વ્યક્તિઓનું થર્મલ સ્ક્રીનીંગ કરાવ્યા બાદ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.

etv bharat
ડાંગ: વિદેશથી આવેલા 109 વ્યક્તિઓને સાપુતારામાં કવોરોન્ટાઈન કર્યા

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનાં સંક્રમણને અટકાવવા અને તકેદારીનાં ભાગરૂપે ગુજરાત રાજ્યનાં 109 જેટલા વિદેશમાં નોકરી કરતા નાગરિકોને રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં આદેશ બાદ ગ્રીન ઝોન જિલ્લો તરીકે જાહેર થયેલા ડાંગ જિલ્લામાં આ તમામ વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારની જી.એસ.આર.ટી.સીની પાંચ બસો દ્વારા આ 109 જેટલા નાગરીકો જે લોકડાઉનનાં કારણે અન્ય દેશમાં ફસાયેલ હતા અને અત્યારે ભારત પરત આવતા તમામને સરકારની ગાઈડલાઈન મુજબ 7 દિવસ કોવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

ગુરુવારે રાત્રે આ તમામ નાગરિકોને સાપુતારા ખાતે લાવવાના આવ્યા હતા. જ્યા ડાંગ જિલ્લા વહીવટી તંત્રની આરોગ્યની ટીમ દ્વારા આ તમામ વ્યક્તિઓનું થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ તેમને ગુજરાત ટુરીઝમની પૂર્ણા ડોરમેટરીનાં ગેસ્ટહાઉસમાં કોવોરોન્ટાઇ કરવામાં આવ્યા હતા.

વિદેશથી આવેલા નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે ડાંગ વહીવટી તંત્ર તરફથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી,મામલતદારોની ટીમ,સાપુતારા પી.એસ.આઈ.એમ.એલ. ડામોર,સાપુતારા નાયબ મામલતદાર એન.એન.ગાવીત,ગુજરાત ટુરીઝમનાં મેનેજર રાજેન્દ્ર ભોંસલે સહીત આરોગ્ય વિભાગની ટીમે ઉપસ્થિત રહી આ તમામ નાગરિકો સાથે સોસિયલ ડિસ્ટન્સ જાળવી કોવોરોન્ટાઈન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details