ડી માર્ટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, લાઈનમાં ઊભા રહેવા લોકો બાખડયાં - રાણીપ વિસ્તારમાં આવેલ ડી-માર્ટની બહાર લોકો બાખડયાં
લોકડાઉન હાલ ચોથા તબક્કામાં છે. જો કે, લોકડાઉનના ચોથા તબક્કામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમુક જરૂરી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ રૂપાણી સરકારે જીનજીવન ફરી દોડતું થાય તે માટે લોકડાઉનના ચોથા તબક્કા હેઠળ કેટલીક જરૂરી છૂટછાટ આપી છે. જેમાં કરિયાણાની દુકાનોને એક નિર્ધારિત સમય દરમિયાન ખોલવા છૂટ આપવામાં આવી છે.
ડી માર્ટ
અમદાવાદ : આ પરિસ્થિતિઓમાં હવે દૈનિક ધોરણે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે કરિયાણાની દુકાનો સામે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે ઘણી વખત લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે એવી જ એક ઘટના અમદાવાદ ખાતે રાણીપ વિસ્તારમાં આવેલ ડી-માર્ટની બહાર બની છે. જ્યાં લાઈનમાં ઉભા રહેવા માટે લોકો બાખડ્યા છે.