અમદાવાદ:રાજ્યના જુદા જુદા કાંઠાળા વિસ્તારના 4600 ગ્રામ્ય વિસ્તારો લાઈટ કપાઈ હતી. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે. 5120 વીજળીના થાંભલા ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી અત્યાર સુધી 1320 વીજળીના થાંભલાને રિસ્ટોર કરાયા છે. 2 પાકા મકાનોમાં નુકશાની થઈ છે. હાલ NDRF ની ટીમ જ્યાં જરૂર પડે ત્યાં કામગીરીમાં જોડાઈ છે.
નલિયામાં રોડ ક્લિયરન્સ: ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાત 'બિપરજોય' લેન્ડફોલ કર્યા પછી NDRFના કર્મચારીઓ નલિયામાં રોડ ક્લિયરન્સ ઓપરેશન હાથ ધર્યું હતું. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતા NDRFના કર્મચારીઓ કામગીરીમાં લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાવઝોડુ લેન્ડફોલ થયા બાદ અનેક જગ્યાએ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.
'માંડવીમાં સંખ્યાબંધ વૃક્ષો પડી ગયા છે. પવનની ઝડપ આજે ખરેખર વધારે છે અને તેનાથી વધુ નુકસાન થઈ શકે છે. ફાયર વિભાગની એક ટીમ અહીં રોડ ક્લિયરન્સ કામગીરીમાં રોકાયેલી છે.' -માંડવી ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર કે. દસ્તુર
NDRFની ટીમે ફસાયેલા બે લોકોને બચાવ્યા: ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે આવેલા ચક્રવાત 'બિપરજોય' એ લેન્ડફોલ કર્યા બાદ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારોમાંથી NDRFની ટીમે ફસાયેલા બે લોકોને બચાવ્યા હતા. આ પહેલા પણ આ રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારોમાંથી એક ગામના 800 જેટલા લોકોને સમજાવ્યા બાદ સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
'સાયક્લોન બાયપરજોય બાદ અમને થાંભલાઓ અને વૃક્ષો પડવાની માહિતી મળી, ત્યારબાદ અમે એક હોસ્પિટલ નજીક વૃક્ષ કાપવાનું કામ કરી રહ્યા છીએ. ક્યાંયથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. મોટાભાગની ઘટનાઓ પડી ગયેલા વૃક્ષો અને થાંભલાઓની છે.' -રાકેશ સિંહ બિષ્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, NDRFની 6ઠ્ઠી બટાલિયન, નલિયા
દ્વારકા ખાતે રોડ ક્લિયરન્સ ઓપરેશન: ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ની અસર જોવા મળી હતી. NDRFના કર્મચારીઓ દ્વારકા ખાતે રોડ ક્લિયરન્સ ઓપરેશન હાથ ધરી હતી. દ્વારકામાં મોટા પ્રમાણમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી.
નુકસાન અંગે ચર્ચા:રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ લેન્ડફોલ થયા બાદ જુદા જુદા જિલ્લાઓની સ્થિતિ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધારે નુકસાન પીજીવીસીએલ વિભાગને થયું છે. અનેક જિલ્લાઓમાં વીજપોલ પડી ગયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ અધ્યક્ષતામાં બેઠક કરી હતી. જેમાં વાવાઝોડા અંગે તથા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
- Cyclone Biparjoy Landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ
- Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી