ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે આ જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ - heavy rain will break in this district

બિપરજોય વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

cyclone-biparjoy-due-to-the-impact-of-cyclone-biparjoy-heavy-rain-will-break-in-this-district-forecast-by-meteorological-department
cyclone-biparjoy-due-to-the-impact-of-cyclone-biparjoy-heavy-rain-will-break-in-this-district-forecast-by-meteorological-department

By

Published : Jun 14, 2023, 4:26 PM IST

આ જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ

અમદાવાદ:બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર સતર્ક છે અને અગમચેતીના ભાગરૂપે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં બિપોરજોયનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. જે દરમ્યાન વાવાઝોડાને લઈ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદની આગાહી: ભારતીય હવામાન વિભાગએ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું લગભગ 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકાથી લગભગ 300 કિ.મી.ના અંતરે રહી ગયું છે. વાવાઝોડાને લઇ રાજ્યભરમાં તેની અસર જોવા મળશે. જેને પગલે આજે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ: અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપોરજોય વાવાઝોડુ ગુજરાતીની નજીક પહોંચ્યું છે. જેના કારણે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આ તરફ બીપોરજોય વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના વિસ્તારો મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

'બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તે સમયે તેની ઝપેતપા આવતા તમામ વિસ્તારોમાં ભયાનક અસર જોવા મળશે. વાવાઝોડું દરિયાકાંઠેથી પસાર થયા બાદ તેની શક્તિમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે છેલ્લા 6 કલાકમાં નોંધાયેલી ગતિ પ્રમાણે વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.' -ડૉ.મનોરમા મોહંતી, અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર

વાવાઝોડું જખૌ બંદર પર ત્રાટકશે:હવામાન વિભાગે રેડ એલર્ટ આપીને સૌરાષ્ટ્ર-કચ્છને ચેતવણી પણ આપી દીધી છે. જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં બનેલું તોફાની વાવાઝોડું બિપોરજોય જખૌ બંદરથી માત્ર 280 કિલોમીટર દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટરના અંતર પર છે. વાવાઝોડું 15 મી જૂનની સાંજે જખૌ બંદર પાસે ત્રાટકવાની સંભાવના છે.

તંત્ર એલર્ટ: બિપરજોય વાવાઝોડુ 15 જૂને ગુજરાતના કચ્છના દરિયા કાંઠે ટકરાવાની સંભાવનાને જોતા સરકાર પણ હાલ એક્શન મોડમાં આવી ગઈ છે. જેમાં 9 જિલ્લાઓમાં મંત્રીઓને સંભવિત પરિસ્થિતિઓમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે. સાથે જ રાજ્યના દરિયા કાંઠાના દરેક જિલ્લાઓમાં પણ નજર રાખવાની સાથે ભારે પવનના કારણે સ્થિતિ બગડે તો એને પહોંચી વળવાની પણ તૈયારી કરી છે અને બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયાકાંઠાના લોકોની પડખે રહે એવી અપીલ પણ કરવામાં આવી છે.

  1. Cyclone Biparjoy : કચ્છથી ઢૂંકડું બિપરજોય વાવાઝોડું, 47,113 લોકોના સ્થળાંતર સહિત બચાવનો એક્શન પ્લાન તૈયાર
  2. ગુજરાત તરફ આગળ વધી રહ્યું ચક્રવાત બિપરજોય... આ 7 જિલ્લા રેડ ઝોન, અન્ય 9 રાજ્યોમાં પણ એલર્ટ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details