અમદાવાદ પૂર્વ RTOમાં રજાના દિવસે 120 જેટલા લાયસન્સ નોંધાયા હોવાની માહિતી સામે આવ્યા બાદ સાયબર ક્રાઇમમાં આ અંગે ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસમાં કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે વધુ 4 આરોપી ઝડપાયા છે. ચિરાગ પટેલ, કરણ મિસ્ત્રી, જીતુ પટેલ નામના RTOઓ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે આરટીઓના જુનિયર ક્લાર્ક દિપ્તી સોલંકીની પણ ધરપકડ કરાઈ છે.. મહત્વનુ છે કે, દિપ્તી સોલંકી ઉપર સોફ્ટવેરના આઈડી અને પાસવર્ડ આપ્યા હોવાનો આરોપ છે.
અમદાવાદમાં નકલી ડ્રાઈવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ, કુલ 9 ઝડપાયાં - સાયબર ક્રાઈમ પોલીસ
અમદાવાદઃ RTO કચેરીના કર્મચારીઓ અને એજન્ટોની મીલીભગતથી નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું મોટુ કૌભાંડ ચાલી રહ્યુ હતું. થોડા દિવસો પહેલા સાયબર ક્રાઈમ પોલીસે આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસ RTOની મહિલા કર્મચારી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જેમાં 5 આરોપીઓ પહેલેથી જ પકડાયા હતાં. જેથી આ કેસમાં આરોપીઓની સંખ્યા કુલ 9 થઈ છે. આ કૌભાંડમાં હજુ પણ કેટલાક લોકોની સંડોવણી બહાર આવે તેની શક્યતાઓ છે.
અમદાવાદમાં નકલી ડ્રાઈવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ, કુલ 9 ઝડપાયાં
RTOમા રજાના દિવસે લાયસન્સ બનાવવાના કૌભાંડમાં પહેલા પણ સાયબર ક્રાઈમે 5 આરોપીની ધરપકડ કરી હતી.. જેમા જીગ્નેશ મોદી , સંદીપ મારકણા, સંકેત રફાલીયા,ગૌરવ સાપોવાડીયા અને કિરણ રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ આરોપી લાયસન્સની જરૂરીયાતવાળા લોકોને શોધતા અને ઉંચી કિંમત વસુલ કરી બનાવટી,ડેટા ઉભો કરી, લાયસન્સ બનાવતા હતા.જેમા RTOના ક્લાર્કની પણ સંડોવણી સામે આવતા ગુનો ગંભીર બન્યો છે, અને હવે અન્ય RTO કચેરીમાં પણ આ રીતે કૌભાંડ ચાલે છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે..
Last Updated : Aug 14, 2019, 5:33 AM IST