ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરમતી નદીના પ્રદૂષણ અંગે જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે - અમદાવાદ કોર્પોરેશન

અમદાવાદની સાબરમતી નદીમાં કેટલું પ્રદુષણ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂત એકતા મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સરકારને આ અંગે જગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેના જ ભાગરૂપે નદીના પાણીના સેમ્પલ પણ લીધાં હતાં જેનું પરિણામ પણ આંખ ઉઘાડે તેવું છે.

સાબરમતી નદીના પ્રદૂષણ અંગે જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે
સાબરમતી નદીના પ્રદૂષણ અંગે જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે

By

Published : Feb 28, 2020, 2:50 PM IST

અમદાવાદઃ શહેરની શોભા સમાન સાબરમતી નદી લોકો માટે કેટલી ઉપયોગી છે તે તો સૌ જાણે છે પરંતુ સાબરમતી નદીમાં કેટલું પ્રદૂષણ છે તે તંત્ર જાણીને પણ અજાણ બને છે. ત્યારે ખેડૂત એકતા મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સરકારને આ અંગે જગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેના ભાગરૂપે નદીના પાણીના સેમ્પલ પણ લીધાં હતાં જેનું પરિણામ પણ ચોંકાવનારું ખરાબ આવ્યું છે...

સાબરમતી નદીના પ્રદૂષણ અંગે જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરાશે
સાબરમતી નદી કેટલી શુદ્ધ છે તે ચકાસવા બંને સંગઠનો દ્વારા નદીના પાણીના અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લઈને લેબમાં તપાસવામાં આવ્યાં હતાં. જેમાં સરકારના માન્ય ધારાધોરણ કરતા અનેક ઘણું પ્રદૂષણ જોવા મળ્યું છે .થોડાક સમય અગાઉ જ સાબરમતી નદી શુદ્ધીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારે અત્યારે નદીની આવી હાલત છે ત્યારે આ માટે જવાબદાર કોણ.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીના જણાવ્યા મુજબ આ પાણીનો ઉપયોગ અમદાવાદીઓ,ખેડૂત,ઢોર વગેરે કરે છે ત્યારે કેમિકલયુક્ત પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે એટલે કે તંત્ર જાણતું હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરવામાં આવી રહ્યાં છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ જનતાની કાળજી લેવા તંત્ર તૈયાર નથી.


આ અંગે હાઇકોર્ટના વકીલ સુબોધ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર મામલે કોઇ પગલાં લેવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટિશન ફાઇલ કરી ઉદ્યોગો,જવાબદાર અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવશે જે રાજ્ય સરકાર,અધિકારીઓ અને ઉદ્યોગો તમામનું ખરાબ દેખાશે.

ABOUT THE AUTHOR

...view details